નેશનલ

કેન્દ્ર સરકારે વકફ સુધારા કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો જવાબ, કહી આ વાત…

નવી દિલ્હી : વકફ સુધારા કાયદા 2025ને પડકારતી અરજીઓ પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. દેશમાં છેલ્લા 100 વર્ષથી વકફને વપરાશકારની લેખિત નોંધણી બાદ જ માન્યતા આપવામાં આવે છે. જેમાં મૌખિક મંજૂરીને કોઇ સ્થાન નથી. તેથી જ તેમાં સુધારો કરવો જરૂરી બન્યો હતો. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડના 22 સભ્યોમાંથી વધુમાં વધુ બે બિન-મુસ્લિમ હશે. જે એક એવું પગલું છે જે સમાનતાનું પ્રતિનિધિત્વ કરે છે અને વકફના વહીવટમાં દખલ કરતું નથી. કેન્દ્રએ જણાવ્યું હતું કે વકફ મિલકતો તરીકે ઇરાદાપૂર્વક અથવા ખોટી રીતે ઉલ્લેખિત સરકારી જમીનની ઓળખ મહેસૂલ રેકોર્ડમાં સુધારો કરવા માટે છે અને આ સરકારી જમીનને કોઈપણ ધાર્મિક સમુદાયની જમીન તરીકે ગણી શકાય નહીં.

કેન્દ્ર સરકારે કહ્યું વકફ કાનૂની સંસ્થા
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના જવાબ દ્વારા કાયદાને પડકારતી અરજીઓને ફગાવી દેવાની માંગ કરી છે. કેન્દ્ર સરકારે પોતાના જવાબમાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ કોઈપણ કાયદાની જોગવાઈ પર આંશિક વચગાળાનો સ્ટે લાદી શકે નહીં. ન્યાયિક સમીક્ષા દ્વારા સમગ્ર કાયદાને રોકવો પડશે. આ ઉપરાંત, એવું પણ માનવામાં આવે છે કે સંયુક્ત સંસદીય સમિતિના સૂચનો પર સંસદ દ્વારા બનાવવામાં આવેલ કાયદો કાળજીપૂર્વક વિચારણા પછી બનાવવામાં આવ્યો છે. તેમજ વકફ મુસ્લિમોની ધાર્મિક સંસ્થા નથી પરંતુ એક કાનૂની સંસ્થા છે.

સંયુક્ત સંસદીય સમિતિની 36 બેઠકો યોજાઈ હતી
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે વકફ સુધારા કાયદા મુજબ, મુતવલ્લીનું કાર્ય ધર્મનિરપેક્ષ છે, ધાર્મિક નથી. આ કાયદો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની લાગણીઓને પ્રતિબિંબિત કરે છે. તેમણે જ બહુમતીથી તેને પસાર કરાવ્યું. આ બિલ પસાર થતાં પહેલાં સંયુક્ત સંસદીય સમિતિની 36 બેઠકો યોજાઈ હતી અને 97 લાખથી વધુ હિતધારકોએ સૂચનો અને મેમોરેન્ડમ આપ્યા હતા. આ સમિતિએ દેશના દસ મોટા શહેરોની મુલાકાત લીધી અને લોકો વચ્ચે જઈને તેમના મંતવ્યો જાણ્યા હતા.

આપણ વાંચો : Waqf Bill મુદ્દે મહારાષ્ટ્ર કોંગ્રેસે કહ્યું સરકાર પદ્મનાભ મંદિરનું સોનું પડાવવા માંગે છે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button