નેશનલ

કેન્દ્રએ છેતરપિંડી કરતી ૧૦૦ વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી: કેન્દ્રએ છેતરપિંડી કરતી ૧૦૦ વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે. આર્થિક ગુનાઓ અને ટાસ્ક આધારિત પાર્ટ-ટાઇમ જોબ ફ્રોડ સંબંધિત ગેરકાયદે રોકાણોમાં સામેલ ૧૦૦થી વધુ વેબસાઇટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

એક સત્તાવાર નિવેદન અનુસાર આ વેબસાઇટ્સ વિદેશી કલાકારો દ્વારા સંચાલિત કરવામાં આવી રહી હતી. તેઓ મોટાભાગે નિવૃત કર્મચારીઓ, મહિલાઓ અને બેરોજગાર યુવાનોને કે જેઓ પાર્ટ ટાઇમ નોકરી શોધી રહ્યા હોય તેઓને ટાર્ગેટ કરતા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક પાંખ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટરે તેના વર્ટિકલ નેશનલ સાયબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ દ્વારા ગયા અઠવાડિયે આ વેબસાઇટોને ઓળખી કાઢવામાં આવી હતી અને પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી. જેને પગલે ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી મંત્રાલયે ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી એક્ટ,૨૦૦૦ હેઠળ તેના પાવરનો
ઉપયોગ કરીને આ વેબસાઇટ પર પ્રતિબંધ મૂક્યો છે તેમ નિવેદનમાં જણાવાયું છે.

આર્થિક ગુનાઓ સંબંધિત કાર્ય-આધારિત સંગઠિત ગેરકાયદેસર રોકાણની સુવિધા આપતી આ વેબસાઇટ્સ વિદેશી કલાકારો દ્વારા સંચાલિત હોવાનું જાણવા મળ્યું હતું અને તે ડિજિટલ જાહેરાતો, ચેટ મેસેન્જર્સ અને ભાડાના ખાતાઓનો ઉપયોગ કરી રહી હતી. નિવેદનમાં જણાવાયું છે કે મોટા પાયે આર્થિક છેતરપિંડીમાંથી મળેલી રકમને કાર્ડ નેટવર્ક, ક્રિપ્ટો કરન્સી, વિદેશી એટીએમ વિધડ્રોઅલ અને આંતરરાષ્ટ્રીય ફિનટેક કંપનીઓનો ઉપયોગ કરીને ભારતમાંથી બહાર કાઢવામાં આવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ છેતરપિંડીઓમાં સામાન્ય રીતે ઘર બેઠે જોબ, ઘર બેઠે કમાઇ કૈસે કરે જેવા મુખ્ય શબ્દોનો ઉપયોગ કરીને ગૂગલ અને મેટા જેવા પ્લેટફોર્મ પર વિદેશી જાહેરાતકર્તાઓ તરફથી બહુવિધ ભાષાઓમાં લક્ષિત ડિજિટલ જાહેરાતોનો સમાવેશ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ