નેશનલસ્પેશિયલ ફિચર્સ

લક્ઝરી ક્રુઝ પર અંબાણી પુત્ર અનંતના બીજા પ્રી-વેડિંગ ફંક્શન માટે સેલિબ્રિટીઝ સ્પેન જવા રવાના

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ વર્ષે જુલાઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ પહેલા, તેમના બીજા પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ ફંક્શનમાં મહેમાનોના આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઇટાલી અને ફ્રાન્સ વચ્ચે લક્ઝરી ક્રુઝ પર અંબાણી પુત્ર અનંતના પ્રી-વેડિંગ ફંક્શન યોજવામાં આવ્યું છે.

28 થી 30 મેની વચ્ચે બીજી પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફંક્શનમાં સલમાન ખાન, શાહરૂખ ખાન, આમિર ખાન, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવી ઘણી મોટી હસ્તીઓ ભાગ લેવાની છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ પુત્રી રાહા સાથે સ્પેન જવા રવાના થયા છે. અભિનેતા સલમાન ખાન પણ મુંબઈના કાલીના એરપોર્ટ પર જોવા મળ્યો હતો. સલમાનનો ભત્રીજો નિરવાન ખાન પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંને અનંત-રાધિકાના પ્રી-વેડિંગ માટે રવાના થઈ ગયા છે. આ પાર્ટીમાં હાજરી આપવા માટે રણવીર સિંહ પણ સ્પેન જવા રવાના થયો હતો. અનંત-રાધિકાના બીજા પ્રી-વેડિંગ માટે પ્રખ્યાત ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની તસવીરો પણ સામે આવી છે. એમએસ ધોની પત્ની સાક્ષી સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીએ માર્ચમાં જામનગરમાં આયોજિત પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ પોતાના લુક અને સ્ટાઈલથી ઘણી લાઇમલાઇટ મેળવી હતી. હવે તે આ બીજા પ્રી-વેડિંગ સેરેમનીનો પણ ભાગ બનવા જઈ રહ્યો છે. આ ઉપરાંત સેલિબ્રિટી ફંક્શનની જાન એવો ઓરી પણ સ્પેન જવા રવાના થયો છે.

જે ક્રૂઝ પર અનંત-રાધિકાની બીજી પ્રી-વેડિંગ સેરેમની થશે તેનું નામ ‘સેલિબ્રિટી એસેન્ટ’ છે, જે માલ્ટામાં બનેલ છે. આ ક્રૂઝ ત્રણ દિવસમાં 4380 કિમીનું અંતર કાપશે અને ઇટાલીથી દક્ષિણ ફ્રાન્સ જશે. અંબાણી પરિવાર આ લક્ઝરી ક્રૂઝમાં લગભગ 800 મહેમાનોને હોસ્ટ કરશે. આ સિવાય 600 હોસ્પિટાલિટી સ્ટાફ પણ ક્રુઝ પર હાજર રહેશે.

અનંત-રાધિકાની પ્રથમ પ્રી-વેડિંગ સેરેમની 1 માર્ચથી 3 માર્ચની વચ્ચે થઈ હતી. જામનગરમાં રિલાયન્સ કંપનીના એનિમલ રેસ્ક્યુ સેન્ટર ‘વંતારા’ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન દેશ અને દુનિયાની અનેક મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો.

અનંત અંબાણી જુલાઈમાં તેમની લાંબા સમયની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે લંડનમાં લગ્ન કરવાના છે. આ કપલની સગાઈ 19 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈમાં થઈ હતી. રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ વિરેન મર્ચન્ટ અને ઉદ્યોગસાહસિક શૈલા મર્ચન્ટની પુત્રી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો