ઇન્ટરનેશનલનેશનલ

International Left Handers Day: આ ડાબોડીઓએ વિશ્વમાં ડંકો વગાડ્યો છે

ઘરમાં બાળક ત્રણ-ચાર વર્ષનું થાય કે તરત જ તેને દરેક કામ જમણે હાથે કરવાનું કહેવામાં આવે. જમણે હાથે જમવાનું, જમણે હાથે લખવાનું, કોઈ ધાર્મિક કામ હોય તો જમણે હાથે જ કરવાનું, ઘણીવાર તો દુકાનદારો પણ તમારી પાસે જમણે હાથે જ પૈસા આપવાનો આગ્રહ રાખે છે. આપણે ત્યાં જમણા હાથને પવિત્રતા સાથે જોડી દેવામાં આવ્યો છે, તેમ છતાં જન્મથી અમુક લોકોને ડાબા હાથથી જ કામ કરવાની ટેવ પડી જાય છે અને તે સ્વાભાવિકપણે થતું હોવાથી ટેવ બદલવી સરળ નથી. આજે આ લોકોનો દિવસ છે એટલે કે આજે વિશ્વ ડાબોડી દિવસ છે.

આંતરાષ્ટ્રીય ડાબોડી દિવસ International Left Handers Day દર વર્ષે 13 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ્ય એવા લોકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને પ્રકાશિત કરવાનો છે જેઓ ડાબા હાથથી લખે છે. સીધા હાથથી લખનારા લોકોનું વર્ચસ્વ દુનિયામાં દરેક જગ્યાએ જોવા મળ્યું છે અને સાર્વજનિક વસ્તુઓ પણ સીધા હાથવાળા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે, જેના કારણે ડાબા હાથને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ટૂલ્સ હોય, કાતર હોય કે અન્ય કોઈ સાધન હોય, આ વસ્તુઓ જમણા હાથને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જે સામેવાળા હાથવાળા લોકો માટે સમસ્યા બની જાય છે.

સૌ પ્રથમ આ દિવસ 1976માં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણીની શરૂઆત ડીન આર. કેમ્પબેલ, લેફ્ટ હેન્ડર્સ ક્લબ, યુનાઇટેડ સ્ટેટ્સના સ્થાપક, પોતે ડાબોડી હતા અને જમણા હાથની દુનિયામાં ડાબોડી હોવાના ફાયદા અને ગેરફાયદા વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દિવસ એટલા માટે પણ ઉજવવામાં આવે છે કારણ કે ડાબા હાથ વિશે ઘણી માન્યતાઓ છે જેને લોકો માને છે અને આ દિવસનો હેતુ આ માન્યતાઓને તોડીને હકીકતો બહાર લાવવાનો છે. એક સામાન્ય માન્યતા છે કે ડાબા હાથથી કરવામાં આવેલ કામ ખરાબ કે અશુભ હોય છે. આવી બાબતોને નકારી કાઢવા માટે પણ લેફ્ટ હેન્ડર્સ ડે ઉજવવામાં આવે છે.

જોકે આની બીજી એક બાજુ એ પણ છે કે વિશ્વના ઘણા સુપ્રસિદ્ધ મહાનુભાવો ડાબોડી છે. જેમાં સૌથી પહેલું નામ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું છે. ત્યારબાદ બોલીવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન, સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે, ક્રિકેટર અને કૉચ ગૌતમ ગંભીર, દક્ષિણ ફિલ્મજગતના સુપરસ્ટાર રજનીકાંત, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, ભારતીય ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ, ક્રિકેટર, કેપ્ટન અને કૉચ સૌરવ ગાંગુલી, કોમેડિયન અને અભિનેતા કપિલ શર્મા, ઉદ્યોગપતિ રતન ટાટા, ફિલ્મનિર્માતા કરણ જોહરનો સમાવેશ થાય છે. આ સાથે વૈશ્વિક સ્તરે બરાક ઓબામા, માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, લેડી ગાગા, જુલિયા રોર્બટ્સ, એન્જિલીના જૉલી, નિકોલ કિડમેન વગેરેનો સમાવેશ થાય છે, જેમણે પોતપોતાના ક્ષેત્રોમાં સર્વોચ્ચ પદ મેળવ્યું છે.

એક અંદાજ પ્રમાણે વિશ્વમા 12 ટકા લોકો ડાબા હાથથી લખવાવાળા અને કામ કરવાવાળા છે. તો જો તમારું સંતાન કુદરતી રીતે ડાબા હાથે લખતું હોય તો ચિંતા ન કરશો, શું ખબર તે આવતીકાલનું કોઈ જગજાણીતું નામ થઈ જાય…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ