નવી દિલ્હીઃ ચૂંટણી પંચે મંગળવારે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. તેની સાથે જ 13 રાજ્યોની 48 વિધાનસભા અને 2 લોકસભા સીટોની પેટા ચૂંટણી પણ જાહેર થઈ હતી. વોટિંગની તારીખો જાહેર કરતી વખતે ચૂંટણી પંચે એક્ઝિટ પોલ પર પણ સવાલ ઉઠાવ્યા. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું- એક્ઝિટ પોલ મામલે ચૂંટણી પંચના હાથ બાંધેલા છે, પંરતુ તેના પર આત્મચિંતનની જરૂર છે. એક્ઝિટ પોલ પર નજર રાખનારી સંસ્થાએ કડક કાર્યવાહી કરવી જોઈએ.
હરિયાણામાં વિધાનસભા ચૂંટણીમાં લગભગ તમામ એક્ઝિટ પોલના પરિણામમાં કોંગ્રેસને બંપર બહુમત મળી હતી. પરંતુ 8 ઓક્ટોબરે પરિણામે એકદમ વિપરીત આવ્યા. હરિયાણામાં ભાજપે બહુમત હાસલ કરી. આ સ્થિતિમાં એક્ઝિટ પોલની વિશ્વસનીયતાને લઈ સવાલ ઉભા થવા લાગ્યા છે.
રાજીવ કુમારે એક્ઝિટ પોલને લઈ શું કહ્યું
મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે જણાવ્યું, સામાન્ય રીતે મતદાન પૂરું થયાના ત્રીજા દિવસે મત ગણતરી થાય છે. વોટિંગ પૂરું થયા બાદ સાંજે 6 વાગ્યાથી એક્ઝિટ પોલ દ્વારા કયા પક્ષની સરકાર બનવા જઈ રહી છે, તેને લઈને એક આશા જાગે છે. લોકોને લાગે છે આમ જ થવાનું છે. જોકે એક્ઝિટ પોલનો કોઈ સાયન્ટિફિક બેસ નથી. મત ગણતરી 8 વાગ્યે શરૂ થાય છે. શરૂઆતમાં પોસ્ટલ બેલેટથી ગણતરી કરવામાં આવે છે, પરંતુ ચેનલો પરો 8.05 કલાકથી જ રિઝલ્ટ આવવા લાગે છે. પરંતુ બિલકુલ બકવાસ છે.
આ પણ વાંચો : BJP ને ટૂંક સમયમાં મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ: ચૂંટણી માટે બનાવી કમિટી…
મુખ્ય ચૂંટણી કમિશ્નરે શું કરી માર્મિક ટકોર
મુખ્ય ચૂંટણી કમિશ્નરે કહ્યું, મતની પ્રથમ રાઉન્ડનું કાઉન્ટિંગ સવાકે 8.30 કલાકે શરૂ થાય છે. પરંતુ અમારી પાસે પુરાવા છે કે ચેનલો પર 8.15થી જ લીડ આવવાનું શરૂ થઈ જાય છે. ચૂંટણી પંચ પ્રથમ રાઉન્ડનો વોટિંગ ટ્રેન્ડ સવારે 9.30 કલાકે વેબસાઇડ પર અપલોડ કરે છે. અસલી પરિણામ જ્યારે ટ્રેન્ડ સાથે મેળ નથી ખાતા ત્યારે વાત ગંભીર થઈ જાય છે. આ મામલે અમારા હાથ બંધાયેલા છે પરંતુ અમને સ્વયંભૂ સુધારો થવાની આશા છે.
https://x.com/ECISVEEP/status/1846156353967882572