પડોશીની બાઈકને આગ લગાડવાનું આવું વિચિત્ર કારણ આપ્યું આ યુવાને
નવી દિલ્હી: દિલ્હીના પ્રહલાદપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં એક વ્યક્તિએ પાડોશીની બાઇકને આગ લગાવી દીધી હતી. પીડિતની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી અને થોડા જ કલાકોમાં આરોપીને પકડી લીધો હતો. જ્યારે પોલીસે આરોપીની પૂછપરછ કરી તો આરોપીએ જણાવ્યું કે તેને ઠંડી લાગી રહી હતી. અને ઠંડીથી બચવા માટે બાઇકને આગ લગાવી દીધી હતી. આરોપીની આ હરકત નજીકમાં લાગેવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આરોપી બાઇકને આગ લગાવીને તેની પાસે ઉભો રહ્યો છે.
દિલ્હી પોલીસે જણાવ્યું હતપં કે 25 જાન્યુઆરીએ સવારે લગભગ 4.30ના સુમારે કંટ્રોલ રૂમમાં કોલ આવ્યો હતો. જેમાં યુવકે જણાવ્યું હતું કે તેની બાઇકમાં કોઇએ આગ લગાવી હતી અને આગ ઓલવતી વખતે તેના ભાઇનો હાથ પણ દાઝી ગયો હતો.
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે તરત જ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સીસીટીવી છેક કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે પીડિત રવિન્દ્ર કુમારે 24 જાન્યુઆરીના રોજ રાત્રે તેના ઘરની બહાર બાઇક પાર્ક કરી હતી. અને 25 જાન્યુઆરીના રોજ સવારે 4ના સુમારે પાડોશીએ દરવાજો ખટખટાવ્યો અને જાણ કરી કે કોઈએ તેની બાઇકને આગ લગાવી દીધી છે.
ત્યારબાદ પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી. જો કે પોલીસને સીસીટીવી ફૂટેજ દ્વારા નજીકની શેરીમાં રહેતા યુવકે આગ લગાવી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આથી પોલીસે તરત જ રાકર્યવાહી કરીને આરોપીને કસ્ટડીમાં લઈ લીધો હતો. જો કે આરોપીએ એવું કહ્યું હતું કે તે દારૂના નશામાં હતો અને તેને જ્યારે આગ લગાવી ત્યારે એ એ નહોતો જાણતો કે તે કોને આગ લગાવી રહ્યો છે તેને ઠંડી લાગતી હતી એટલે તેને આગ લગાવી હતી.