વાલીઓને મળશે રાહત: CBSE સ્કુલમાં ક્લાસરૂમથી લઈને રમત-ગમત મેદાન સુધી કેમેરા ફરજિયાત...
નેશનલ

વાલીઓને મળશે રાહત: CBSE સ્કુલમાં ક્લાસરૂમથી લઈને રમત-ગમત મેદાન સુધી કેમેરા ફરજિયાત…

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની શાળાઓમાં બાળકોની સુરક્ષાને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેનાથી CBSEમાં જેમના બાળકો અભ્યાસ કરે છે તેમના વાલીઓને થોડી રાહત મળી રહેવાની છે. હવે તમામ સીબીએસઈ સાથે સંલગ્ન શાળાઓ માટે તેમના સમગ્ર કેમ્પસમાં હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરા લગાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

CBSEએ નિયમોમાં સંશોધન કર્યું
સીબીએસઈએ તેમના પોતાના નિયમોમાં સંશોધન કરીને હવે કહ્યું છે કે હવે દરેક શાળામાં દેખરેખ માટેની વ્યવસ્થા કરવી પડશે. જેનાથી દરેક બાળકોનો એક સુનિશ્ચિત રેકોર્ડ બની શકે. તેમજ આ કેમેરા માત્ર વિડિયો નહી પરંતુ ઓડિયોની સાથે રેકોર્ડીંગ કરશે. આ નિર્ણય શાળાઓમાં વધતી અમુક ઘટનાઓ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને લેવામાં આવ્યો છે.

આ જગ્યાએ લગાવવા પડશે કેમેરા
ઉલ્લેખનીય છે કે બોર્ડે કરેલા નવા દિશા નિર્દેશો અનુસાર, શાળાના મુખ્ય ગેટ, વર્ગખંડ, સ્ટાફ રૂમ, લેબ, લાઈબ્રેરી, કેન્ટીન, લોબી, સીડીઓ, રમતનું મેદાન તેમજ શૌચાલયની બહારના ભાગના મહત્વની જગ્યાઓ પર હાઈ ક્વોલીટી કેમેરા લગાવવાના રહેશે. અત્રે નોંધવા જેવી વાત છે કે આ કેમેરા ઓડિયો અને વિડિયો બન્ને રેકોર્ડ કરવામાં સક્ષમ હશે. જો કે ટોઇલેટ કે વોશરૂમની અંદરના ભાગમાં કેમેરા નહી લગાવવામાં આવે.

15 દિવસના રેકોર્ડ સાચવવા પડશે
તે ઉપરાંત બોર્ડે એમ પણ કહ્યું છે કે કેમેરા એવી સ્ટોરેજ ડીવાઈસ સાથે જોડાયેલા હોય કે જેનાથી 15 દિવસ સુધીનો રેકોર્ડ સાચવી શકાય. જેનો ઉદેશ્ય એ છે કે જો કોઈ ઘટના ઘટે છે તો ફૂટેજની મદદથી હકીકત સામે લાવી શકાય. બોર્ડે ખાસ સૂચન કર્યું છે કે તમામ શાળાઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે રેકોર્ડીંગનું બ્રેકઅપ સુરક્ષિત રાખી શકાય અને જયારે જરૂર પડે ત્યારે સબંધિત સત્તાધીશોને ઉપલબ્ધ કરાવી શકાય. વળી શાળાએ તમામ શાળાઓને એ પણ કહ્યું છે કે પુરાવો આપવો પડશે કે શાળાએ બોર્ડના સૂચનનું પાલન કર્યું છે.

આ પણ વાંચો…CBSE 10th Exam New Rules: વર્ષમાં બે વાર લેવાશે બોર્ડની પરીક્ષા, કોને મળશે તક?

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button