ટોપ ન્યૂઝનેશનલ

પરીક્ષાનું ટેન્શન ખતમ, CBSE ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આવ્યું મોટું અપડેટ

CBSEએ પરીક્ષાની પેટર્ન બદલવાનો નિર્ણય લીધો છે. શૈક્ષણિક સત્ર 2025-26 થી CBSE 10 માં અને 12 મા ધોરણની પરીક્ષાઓ વર્ષમાં બે વાર લેવામાં આવશે વિદ્યાર્થીઓને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ આપવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

CBSE બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે વર્ષમાં બે વાર દસમા અને બારમા ધોરણની પરીક્ષા લેવાથી એવા વિદ્યાર્થીઓને ખાસ ફાયદો થશે જેઓ પરીક્ષાના તણાવ અથવા તો કોઈ વ્યક્તિગત કારણોસર પહેલી વારમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. બે વખત પરીક્ષા આપવાથી તમામ પૃષ્ઠભૂમિમાંથી આવતા વિદ્યાર્થીઓને સમાન તકો મળશે.

Also read: CBSE 12th result 2024: CBSE એ 12મા ધોરણનું પરિણામ જાહેર કર્યું, છોકરીઓ છોકરાઓ કરતાં આગળ

વર્ષમાં બે વાર લેવાનારી દસમા અને બારમા ધોરણની પરીક્ષા અંગેનો ડ્રાફ્ટ 24 ફેબ્રુઆરી સુધીમાં જાહેર થશે. ત્યાર બાદ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમ જ શિક્ષમવિદો પાસેથી સૂચનો મગાવવામાં આવશે અને તેમના સૂચનોને આધારે આગળની રૂપરેખા નક્કી થશે. CBSE બૉર્ડનું નવું સત્ર એપ્રિલ મહિનાથી શરૂ થાય છે. આ સમય દરમિયાન બૉર્ડ દ્વારા વર્ષમાં બે વાર લેવાનારી દસમા અને બારમા ધોરણની પરીક્ષા માટે સૂચના બહાર પાડવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button