વકફ બોર્ડ બિલ મામલે ચંદ્રબાબુ નાયડુ મોદી સરકારનો સાથ છોડશે! મુસ્લિમ આગેવાનનો દાવો
નવી દિલ્હી: વક્ફ બોર્ડના સુધારા બીલ (Waqf Board Amendment Bill) જ્યારથી સંસદમાં રજુ થયું છે ત્યારથી વિવાદનો વિષય રહ્યું છે, આ બીલ પર વિચારણા માટે બનેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી(JPC)માં પણ ઉગ્ર દલીલો થઇ છે. એવામાં જમિયત-ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદની(Maulana Arshad Madani)એ આ બીલ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દેશમાં સાંપ્રદાયિક માનસિકતા પ્રવર્તી રહી છે. વકફ બિલ એક મહત્વપૂર્ણ મુદ્દો છે.
તેમણે કહ્યુ કે જેમના સહારે આ સરકાર ચાલી રહી છે એવા બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ તેમના બંગલામાં બેસીને ક્યારેય સમજી નહીં શકે કે મુસ્લિમોની ભાવનાઓ આ મુદ્દા સાથે કેવી રીતે જોડાયેલી છે.
તેમણે વધુમાં કહ્યું કે હું નાયડુનો આભાર માનું છું. દેશની જનતાએ ભાજપ સરકારને હરાવી છે, નાયડુ સાહેબે ટીડીપીના ઉપાધ્યક્ષને અહીં મોકલ્યા છે, જે તેમને સ્થિતિ વિશે જણાવશે. 15મી ડિસેમ્બરે નાયડુના વિસ્તારમાં 5 લાખ મુસ્લિમોને એકઠા કરીશું.
Also Read – Jharkhand Election 2024: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી આ મોટી જાહેરાત
મૌલાના અરશદ મદનીએ કહ્યું કે આ બિલની અંદર ઝેર ભરેલું છે જે મુસ્લિમોને નુકસાન પહોંચાડશે, જો આ કાયદો પસાર થશે તો ભાજપનું શાસન આ માટે જવાબદાર ગણાશે.
આ પહેલા ગઈ કાલે શનિવારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPLB) એ કહ્યું હતું કે જો મુસ્લિમો બિલમાં સુધારા ઈચ્છતા નથી, તો તેને બાજુ પર મૂકી દેવું જોઈએ. AIMPBના જનરલ સેક્રેટરી મૌલાના મોહમ્મદ ફઝલુરરહીમ મુજાદીદીએ બેંગલુરુમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું કે, માત્ર 13 દિવસમાં 3.66 કરોડથી વધુ મુસ્લિમોએ ઈમેલ દ્વારા વકફ સુધારા બિલ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. જ્યારે મુસ્લિમોને આ બિલ જોઈતું નથી તો સરકારે તેની બીલ પડતું મુકવું જોઈએ.