કોલકતા રેપ-મર્ડર કેસમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની મુશ્કેલી વધી: 23 સપ્ટેમ્બર સુધી CBIની રીમાન્ડ પર

કોલકાતા: કોલકાતામાં ટ્રેઈની ડૉક્ટર સાથે થયેલા બળાત્કાર અને હત્યાના કેસમાં તપાસ કરી રહેલી CBI કોર્ટે આરજી કર મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને 23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ પર તેમના કાર્યકાળ દરમિયાન કથિત નાણાકીય અનિયમિતતા સંબંધિત આરોપો છે.
આ કેસમાં, ડૉ. સંદીપ ઘોષ સહિત અન્ય ત્રણ આરોપીને અલીપુર ખાતેની CBI વિશેષ અદાલતે 23 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કોર્ટે અન્ય ત્રણ લોકો – અરવિંદ ઘોષના બોડી ગાર્ડ અફસર અલી, કોન્ટ્રાક્ટર બિપ્લબ સિંહા અને સુમન હઝરાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સીબીઆઈએ કહ્યું છે કે જો જરૂરિયાત જણાશે તો તે કોર્ટ સમક્ષ આગળની કસ્ટડીની માંગ કરી શકે છે.
કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર સાથે થયેલા બળાત્કાર અને હત્યાના વિરોધની વચ્ચે CBI નાણાકીય અનિયમિતતાઓ અને પીડિતાની હત્યા સાથેના સંબંધ અંગે તેની તપાસ ચાલી રહી છે. એક મહિના પહેલા, કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળ્યો હતો, ત્યારબાદ તેની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું.
જો કે તપાસ કરી રહેલી એજન્સી હજુ પણ આ મામલે ઘણા ઓછા પુરાવા એકત્ર કરી શકી છે અને હજુ પણ એવી ઘટનાઓને ઉજાગર કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે કે જેના કારણે ગુનો થયો હતો.