નવી દિલ્હી: NEET પેપર લીક કેસ(Paper leak)માં CBIએ મોટી કાર્યવાહી કરી છે. CBIએ પટના એમ્સ(Patna AIIMS)ના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે. મળતી માહિતી મુજબ, ત્રણેય 2021 બેચના મેડિકલ સ્ટુડન્ટ છે. NEET પેપર લીક મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ આવશ, એ પહેલા પણ CBIએ આ કાર્યવાહી કરી છે. CBI ધીમે ધીમે પેપર લીક ગેંગના સોલ્વર્સ સુધી પહોંચી છે.
CBIએ NEET પેપર લીક કેસમાં કથિત રીતે પેપર સોલ્વ કરનારા ત્રણ ડોકટર્સઓના રૂમ સીલ કરી દીધા છે. આ સાથે પોલીસે ડોક્ટર્સઓના લેપટોપ અને મોબાઈલ જપ્ત કર્યા છે. હવે CBI આ ત્રણેય સાથે જોડાયેલી કડીઓ શોધવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી તરફ ઝારખંડના બોકારોના રહેવાસી સિવિલ એન્જિનિયર પંકજની ધરપકડ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે તેણે હજારીબાગમાંથી ટ્રકમાંથી પેપર ચોર્યા હતા અને આગળ મોકલાવ્યા હતા. પંકજને પેપર ચોરીનો માસ્ટર માઇન્ડ માનવામાં આવે છે. પ્રાપ્ત સુત્રોના જણાવ્યા અનુસાર પંકજે ચોરેલા પ્રશ્ન પત્રો સોલ્વર ગેંગને પહોંચાડ્યા હતા.
| Also Read: NEET-UG 2024 મામલે આજે સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વની સુનાવણી
જોકે, CBI હજુ પણ NEET પેપર લીકના મુખ્ય કાવતરાખોર સંજીવ મુખિયાને શોધી રહી છે. સંજીવ મુખિયા પેપર લીકનો માસ્ટર માઇન્ડ છે, જે હજુ પણ ફરાર છે. બિહાર ઉપરાંત દેશના અન્ય રાજ્યોમાં પેપર લીક માફિયાઓ સાથે પણ તેની સાંઠગાંઠ છે. આ પહેલા પણ મુખિયાએ ઘણા પેપર લીક કરાવ્યા હતા.
ગત 4 જૂનના રોજ NEET UG પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ હોબાળો શરૂ થઈ ગયો હતો. જ્યારે પરિણામ આવ્યું ત્યારે જાણવા મળ્યું કે આ પરીક્ષામાં 67 ટોપર્સ હતા જ્યારે એક જ સેન્ટરમાંથી 8 ટોપર્સના નામ બહાર આવ્યા હતા. પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ આ પરીક્ષાની તપાસની માંગ કરવાનું શરૂ કર્યું અને આ પછી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી.