Coronaથી સાજા થયેલા દર્દીઓ માટે એક સાવચેતીના સમાચાર : જો થાક કે નબળાઇ અનુભવો છો તો ….

કોરોના વાયરસ શરીરની રોગપ્રતિકારક શક્તિને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દે છે અને જેના કારણે શરીર નબળું પડવા લાગે છે. કોરોના શરીરના રોગપ્રતિકારક શક્તિના કોષોને સંપૂર્ણ રીતે નષ્ટ કરી દે છે. તાજેતરના એક સંશોધનમાં સામે આવ્યું છે કે કોરોના દર્દીઓની કુલ સંખ્યામાંથી 2 ટકા દર્દીઓમાં કોરોનામાંથી સાજા થયા બાદ પણ ઓટોએન્ટીબોડી વિકસી ચૂકી છે. આ ઓટોએન્ટિબોડી શરીર માટે ઘણી જ ખતરનાક છે.
તબીબી ભાષામાં ઓટોએન્ટીબોડી એ વસ્તુ નથી. આ શરીરમાં એવા તત્વો છે જે શરીરને જ નુકસાન પહોંચાડવા લાગે છે. કોરોનામાંથી સાજા થયા પછી પણ દર્દીઓમાં મહિનાઓ સુધી ઓટોએન્ટિબોડી ચાલુ રહી શકે છે. ઓટોએન્ટીબોડીઝ ગંભીર સ્નાયુઓમાં દુખાવો, સાંધામાં દુખાવો અને મગજને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તેથી જો કોરોનાથી સાજા થયા બાદ પણ તમે નબળાઇ અથવા થાક અનુભવો છો, તો એકવાર ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
આ સંશોધનમાં 9 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 5 એવા હતા કે જે 7 મહિના સુધી ઓટોએન્ટિબોડીઝ જોવા મળ્યા હતા. પરંતુ તેને ચોક્કસપણે કાયમી સમસ્યા કહી શકાય નહીં. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે શરીરમાં બનેલા આવા ઓટોએન્ટિબોડી લોંગ કોવિડના લક્ષણો છે કે નહીં.
આ અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે આ સંશોધનમાં સામેલ કરવામાં આવેલ 52 લોકોમાંથી 70 ટકા લોકો આ બીમારીથી સંક્રમિત હતા. એવું પણ જોવા મળ્યું છે કે શરીરમાં જોવા મળતા ઓટોએન્ટીબોડીઝને કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે.