નેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે જાતિ આધારિત રાજકારણ ગરમાયું, જાણો કયાં પક્ષ પાસે કેટલી વોટ બેંક

પટના: બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી રાજકીય પક્ષો માટે અગ્નિ પરીક્ષા બનવાની છે. જેના પગલે બિહારમાં રાજકીય પક્ષો અત્યારથી જ જાતિ આધારિત રાજકારણને સમીકરણને પોતાના પક્ષમાં કરવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. બિહારના રાજકીય ગણિત પર નજર કરીએ તો તે રાજ્ય સંપૂર્ણપણે જાતિ અને પેટાજાતિમાં વહેંચાયેલું છે અને દરેક જાતિએ પોતાનો પક્ષ પસંદ કરેલો છે.

તેજસ્વી યાદવ પાસે મુસ્લિમ અને યાદવ વોટબેંક

બિહારના રાજકારણમાં એનડીએની આગેવાનીમાં નીતીશ કુમારની મજબુત પકડ વચ્ચે આરજેડીના નેતા તેજસ્વી યાદવ આ વખતે સરકાર બનાવવાનો દાવો કરી રહ્યા છે. તેમના મતે લોકો નીતીશકુમારના કુશાસનથી ત્રસ્ત છે. આરજેડી નેતા તેજસ્વી યાદવના આ દાવા પાછળના ગણિતને સમજીએ તો તેજસ્વી યાદવ પાસે મુસ્લિમ અને યાદવ વોટબેંકની ગણતરી છે. જેમાં મુસ્લિમ – 17.4 ટકા અને યાદવ – 14.3 ટકા. તેજસ્વી યાદવને 31.5 ટકાની આ વોટબેંક ઉપરાંત 9 ટકા વધુ મત ઉમેરવા પડશે. આમ કરીને તેજસ્વી 40 ટકા થી ઉપર જઈ શકે છે.

આ પણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે સીએમ નીતીશ કુમારે યુવાનોને રીઝવવા કરી આ મોટી જાહેરાત

એનડીએ પાસે કેટલી વોટબેંક ?

જયારે નીતીશ કુમારની આગેવાનીમાં સત્તાધારી એનડીએ ગઠબંધન પાસે હાલ 42 ટકા વોટબેંક છે. જેમાં સર્વણ જાતિના 10.5 ટકા લોકો જે એનડીએની ક્મીટેડ વોટબેંક છે. જયારે અમુક મુસ્લિમ મતદારો પણ એનડીએ ગઠબંધનના મતદારો છે. આ વોટબેંક પર નજર કરીએ તો, બ્રાહ્મણો – 3.65 ટકા, રાજપૂતો – 3. 45 ટકા, ભૂમિહાર – 2.86 ટકા અને કાયસ્થ – 0. 60 ટકા છે. જયારે ઉચ્ચ જાતિઓ સાથે બિહારની ટોચની દસ જાતિઓમાંથી સૌથી મોટી જાતિઓ એનડીએ ગઠબંધન પાસે છે.

આ પણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે ચિરાગ પાસવાને જેડીયુ અને ભાજપની ચિંતા વધારી, કરી આ જાહેરાત

42.42 ટકા વોટ બેંક બિહારમાં એનડીએ ગઠબંધન સાથે

જેમાં પાસવાન – 5.31 ટકા, મોચી, જાદવ અને રવિદાસ મળીને 5.25 ટકા, કુશવાહ – 4.21 ટકા, મુશર – 3.08 ટકા, કુર્મી – 2.88 ટકા,વૈશ્ય અથવા બનિયા – 2.32ટકા, કાનુ – 2.21 ટકા, નોનિયા – 1.91 ટકા, કહાર – 1.65 ટકા, વાળંદ – 1.59 ટકા, સુથાર – 1.45 ટકા. જો આ બધી જાતિઓને ઉમેરીએ કુલ 42.42 ટકા વોટ બેંક બિહારમાં એનડીએ ગઠબંધન સાથે છે.

લોક જનશકિત પાર્ટીની કિંગમેકરની ભૂમિકા માટે તૈયારી

આ રીતે જોવા જઈએ બિહારના આ વખતની વિધાનસભા ચૂંટણીમાં જાતિ આધારિત રાજકારણ ગરમાવાનું છે. તેમજ તેજસ્વી યાદવે એનડીએ વોટ બેંકને તોડીને પોતાની સાથે ભેળવવી પડશે. જયારે બીજી તરફ એનડીએના સાથી પક્ષ લોક જનશકિત પાર્ટીના નેતા ચિરાગ પાસવાન પણ અલગ રાગ આલાપી રહ્યા છે. લોક જનશકિત પાર્ટીએ તમામ 243 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જે એનડીએ માટે સારા સંકેત નથી. લોકજન શકિત પાર્ટીના નેતા ફરી એકવાર રાજ્યના રાજકારણમાં કિંગમેકરની ભૂમિકા ભજવવા તૈયારી કરી રહ્યા છે. જેના પગલે બિહારના વિધાનસભા ચૂંટણી આ વખતે ખુબ જ રરસપ્રદ બની રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button