બોલો, ભારતમાં છે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ Jimmy Carter ના નામનું ગામ…
બોલો, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું ગઈકાલે એટલે કે રવિવારે 100 વર્ષની વયે નિધન થયું. કાર્ટર સેન્ટ અને અમેરિકન મીડિયા આઉટલેટ્સે તેમના નિધનની જાહેરાત કરી હતી. તમારી જાણ માટે કે જિમી કાર્ટર અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ હતા અને તેઓ આ પદ પર 1977થી 1981 સુધી રહ્યા હતા.
આ પણ વાંચો : હરિયાણાના આ ગામનું નામ કાર્ટરપૂરી કેમ રાખવામાં આવ્યું? અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ સાથે છે ખાસ સંબંધ
એટલું જ નહીં 2002 માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. પરંતુ શું તમને ખબર છે અમેરિકાના 39મા રાષ્ટ્રપતિનું ભારત સાથે ખાસ કનેક્શન છે? જી હા, તમને જાણીને નવાઈ લાગશે પણ ભારકમાં જિમી કાર્ટરના નામનું આખેઆખું ગામ છે. ચાલો તમને જણાવીએ આ પાછળનું કનેક્શન…
જિમી કાર્ટરના નામ પરથી ભારતમાં એક ગામનું નામ કાર્ટરપૂરી રાખવામાં આવ્યું હતું. જિમી કાર્ટર અમેરિકાના ત્રીજા એવા રાષ્ટ્રપતિ હતા કે જેમણે ભારતની મુલાકાત લીધી હતી અને તેમને ભારતના મિત્ર માનવામાં આવતા હતા.
મળી રહેલી માહિતી પ્રમાણે ભારતમાં ઈમર્જન્સી હટાવવા અને જનતા પાર્ટીની જીત બાદ 1978માં ભારતના પ્રવાસે આવ્યા હતા. ત્રીજી જાન્યુઆરી, 1978ના જિમી કાર્ટર અને તેમની પત્ની રોઝલિન કાર્ટર સાથે નવી દિલ્હી ખાતે આવેલા દૌલતપુર નસીરાબાદ ગામ ગયા હતા. આ પ્રવાસ એટલો સફળ રહ્યો હતો કે આ મુલાકાતના કેટલાક સમય બાદ ગામવાસીઓએ એ વિસ્તારનું નામ બદલીને કાર્ટરપુરી રાખી દીધું હતું.
કાર્ટર સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જિમી કાર્ટરની મમ્મી લિલિયને 19609માં છેલ્લે પીસ કોરમાં સ્વાસ્થ્ય સ્વયંસેવક તરીકે ત્યાં કામ પણ કર્યું હતું. 2002માં જ્યારે જિમી કાર્ટરને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો ત્યારે કાર્ટરપુરી ગામમાં ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.
આ સાથે જ ત્રણ જાન્યુઆરીના કાર્ટરપુરીમાં રજા હોય છે. જિમી કાર્ટરની આ મુલાકાતે ભારત અને અમેરિકા વચ્ચે એક સ્થાયી ભાગીદારીનો પાયો નાખ્યો હતો અને એને કારણે બંને દેશને ખૂબ જ લાભ થયો હતો.
આ ઉપરાંત જિમી કાર્ટરે આ ભારત યાત્ર દરમિયાન જ એક સંદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે ભારતની મુશ્કેલીઓ જેનો અનેક વખત હું ખુદ અનુભવ કરું છું અને એવી સમસ્યાઓ કે જેનો સામનો વિકાસશીલ દેશોએ અવારનવાર કરવો પડે છે. જે આપણને ભવિષ્યની જવાબદારીઓની યાદ અપાવે છે. સત્તાવાદી પદ્ધતિઓની નહીં.
આ પણ વાંચો : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નોબેલ વિજેતા Jimmy Carter નું 100 વર્ષની વયે નિધન
કાર્ટરે આગળ એવું પણ જણાવ્યું હતું કે શું લોકતંત્ર મહત્ત્વપૂર્ણ છે? શું આપણે બધા જ માનવીય સ્વતંત્રતાને મહત્ત્વ આપીએ છીએ? ભારતે જોરદાર અવાજમાં હામાં જવાબ આપ્યો અને આ જવાબ આખી દુનિયાએ સાંભળ્યો.