ઉત્તર પ્રદેશના ગોંડામાં મોટી દુર્ઘટના, કાર નહેરમાં ખાબકતા 11 લોકોના મોત…

ગોંડા : ઉત્તર પ્રદેશના ગોંડામાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર નહેરમાં ખાબકતા 11 લોકો માર્યા ગયા છે. આ લોકો પૃથ્વીનાથ મંદિરમાં પૂજા-અર્ચના માટે જઈ રહ્યા હતા. આ કારમાં કુલ 15 લોકો સવાર હતા. આ દુર્ઘટના અંગે યુપીના સીએમ કાર્યાલય તરફથી એક્સ પણ જણાવ્યું કે, સીએમ યોગી આદિત્યનાથે ગોંડા દુર્ઘટનાની માહિતી મેળવીને
શોકગ્રસ્ત પરિવાર અંગે સંવેદના વ્યક્ત કરી હતી. તેમજ ઘાયલોને જરૂરી સારવાર માટે નિર્દેશ આપ્યા છે.
ચાર લોકોને બચાવવામાં આવ્યા
આ દુર્ઘટનાની જાણકારી મળતા જ વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓ અને કલેકટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. જયારે નહેરમાં પડેલા લોકોમાંથી ચાર લોકોને બચાવવામાં આવ્યા છે. તેમજ આ લોકો મોતીગંજ જઈ રહ્યા હતા. આ કાર ઇટીયાથોક રેહરા બેલવા નજીક નહેરના ખાબકી હતી.
સીએમ યોગીએ મૃતકના પરિજનોને સહાયની જાહેરાત કરી
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના અને દુ:ખ વ્યકત કર્યું છે. તેમજ મૃતકોના પરિજનોને પાંચ લાખ રૂપિયાના સહાયની જાહેરાત કરી હતી. તેમણે એક્સ એકાઉન્ટ પર લખ્યું કે, ગોંડામાં થયેલી દુર્ઘટના અને જાનહાનિ
અત્યંત દુ:ખદ છે. મારી સંવેદના શોક્ગ્રસ્ત પરિવાર સાથે છે. હું આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને
પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરું છું. તેમજ જીલ્લા વહીવટી અધિકારીઓને ઘાયલોની સારવાર માટે નિર્દેશ આપ્યા છે.
આ પણ વાંચો…ભિવંડીમાં યુવતીની આત્મહત્યા: ઉત્તર પ્રદેશના યુવક સામે ગુનો