દિલ્હીથી હરિદ્વાર જઈ રહેલી કાર અને ટ્રકની ટક્કર, 6 લોકોના મોત
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં આજે એટલે કે 14 નવેમ્બરના રોજ સવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા 6 લોકોના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા. કારમાં બેઠેલા મુસાફરો દિલ્હીથી હરિદ્વાર જઈ રહ્યા હતા. આ દરમિયાન છાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં NH-58 પર પાર્ક કરેલી એક ટ્રક અને કાર પાછળથી અથડાઈ હતી. કાર અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે કારનો એક આખો ભાગ જ ઉડી ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કારમાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. તમામ મતૃદેહોની ઓળખ કરવામાં આવી છે અને તેમના પરિવારજનોને અકસ્માત અંગે જાણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ હરિદ્વાર જઈ રહેલી દિલ્હીની નંબર પ્લેટ ધરાવતી કાર મુઝફ્ફરનગર હાઈવે પર પાછળથી આવતી ટાયર ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક લોકો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કારમાં ડ્રાઇવર સહિત છ લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ક્રેનની મદદથી ટ્રકની નીચે દબાઈ ગયેલી કારને બહાર કાઢવામાં આવી હતી. અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા હતા. પોલીસ હવે આ ઘટનાની તપાસ કરી રહી છે.