કેપ્ટન અમરિંદર સિંહે પોતાની જ પાર્ટીના નેતા વિરુદ્ધ મોરચો શરૂ કર્યો…
બીજેપી નેતા કેપ્ટન અમરિંદર સિંહે રાજસ્થાનના બીજેપી નેતા સંદીપ દાયમાને દેશમાં મસ્જિદો અને ગુરુદ્વારાઓ માટે ટિપ્પણી કરવા બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ કરી છે. તેમણે કહ્યું હતું કે તેમને પાર્ટીથી અલગ કરીને તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. તેમણે ખાસ એમ પણ કહ્યું હતું કે સંદીપ દાયમા ભડકાઉ અને દ્વેષપૂર્ણ ભાષણો કર્યા પછી જો તે માફી માંગી તો પણ છોડવા ના જોઇએ.
બીજેપી નેતા સંદીપ દાયમાએ રાજસ્થાનના તિજારમાં એક નવેમ્બરના રોજ એક જાહેર સભાનું સંબોધન કરતી વખતે ગુરુદ્વારાઓને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે હતું કે જે રીતે તિજારમાં ગુરુદ્વારા બનાવવામાં આવ્યા છે તે સમય જતા તે પણ મસ્જિદની જેમ સમસ્યા બની જશે.
ત્યારે તિજારમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા અલવરના સાંસદ બાબા બાલક નાથ આ કામ પૂર્ણ કરશે. સંદીપ દાયમાની વિવાદાસ્પદ ટિપ્પણીથી નારાજ શીખ સમુદાયે તિજાર અને જયપુરમાં વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને દાયમા સામે કાર્યવાહીની માંગ કરી હતી. તિજારના રિટર્નિંગ ઓફિસરે દાયમાને તેના નિવેદનો માટે નોટિસ પણ જારી કરી છે અને તેનો જવાબ આપવા જણાવ્યું છે. જો કે ભાજપ નેતાએ વિવાદાસ્પદ ટિપ્પણી બાદ માફી માંગી હતી.
અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલે તો ત્યાં સુધી કહી દીધું કે સંદીપ દાયમા અહંકારી અને વિકૃત માનસિકતાથી પીડિત લાગે છે. તેઓ સમજી શકતા નથી કે તીર્થસ્થાનો કોઈપણ ધર્મના હોય પરંતુ કોઇ ફરક નથી પડતો, પછી તે મંદિર હોય, ગુરુદ્વારા હોય, મસ્જિદ હોય કે અન્ય કોઈ ધર્મસ્થાન હોય તે ફક્ત એક આસ્થાનું કેન્દ્ર જ છે. અકાલી દળ શાંતિ અને સાંપ્રદાયિક છે અને અકાલી દળનું માનવું છે કે જેઓ શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડે છે તેમની સામે કાર્યવાહી થવી જ જોઈએ.