મોદી મેજિક! સિંગાપોરની રિયલ એસ્ટેટ ફર્મ ભારતમાં રોકાણ બમણું કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આજથી બે દિવસની સિંગાપોરની મુલાકાતે છે. તેમની મુલાકાતના ગણતરીના કલાકો પહેલા સિંગાપોરના કેપિટાલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ (CLI)એ બુધવારે જણાવ્યું હતું કે તે 2028 સુધીમાં ભારતમાં 30 જૂન સુધીમાં ભારતમાં મેનેજમેન્ટ હેઠળના તેના ભંડોળને બમણા કરવાનું લક્ષ્ય રાખે છે. હાલમાં કંપનીએ ઇન્ડિયામાં 7.4 બિલિયન સિંગાપોર ડૉલરનુ રોકાણ કર્યું છે.
CLIના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લી ચી કૂને જણાવ્યું હતું કે, “ભારત અમારા માટે એક વ્યૂહાત્મક બજાર છે અને CLIના એકંદર વ્યવસાયમાં મુખ્ય ફાળો આપનાર છે. ભારત અમારા સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે, જ્યાં છેલ્લા સાત વર્ષમાં અમારું રોકાણ ત્રણ ગણું વધ્યું છે. 2024માં ભારતનો જીડીપી 7 ટકાના દરે વધવાની આગાહી છે. ભારત હાલમાં વૈશ્વિક રોકાણકારોને આકર્ષી રહ્યું છે. અમારી પાસે ભારતનો ઘણ અનુભવ છે અને અમે 2028 સુધીમાં અમારું રોકાણ બમણું કરવા માગીએ છીએ.”
આ પણ વાંચો : વડા પ્રધાન મોદી બ્રુનેઈ પહોંચ્યા, દ્વિપક્ષીય સંબંધોને વધારવા સુલતાન સાથે કરશે મુલાકાત…
સિંગાપોરની કંપની CLIની વાત કરીએ તો કેપિટાલેન્ડ ઇન્વેસ્ટમેન્ટનો પોર્ટફોલિયો 40 થી વધુ દેશો અને 260 થી વધુ શહેરોમાં કામગીરી સાથે વિશ્વભરમાં ફેલાયેલો છે. ભારતમાં CLI પાસે બેંગ્લોર, ચેન્નાઈ, ગોવા, ગુડગાંવ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને પૂણે જેવા શહેરોમાં આઈટી અને બિઝનેસ પાર્ક્સ, ઔદ્યોગિક, લોજિસ્ટિક્સ અને લોજીંગનો પોર્ટફોલિયો છે.
પીએમ મોદી સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગના આમંત્રણ પર સિંગાપોરના પ્રવાસે છે. તેમના સિંગાપોરના પ્રવાસ દરમિયાન પીએમ મોદી સિંગાપોરના રાષ્ટ્રપતિ થર્મન શનમુગરત્નમ અને લી સિએન લૂંગ અને ગોહ ચોક ટોંગ સહિતના અન્ય મંત્રીઓને પણ મળશે.