ધનતેરસ પર નથી ખરીદી શકતા સોનું-ચાંદી? 5 રૂપિયાની આ એક વસ્તુ ખરીદીને લક્ષ્મીમાતાને કરો પ્રસન્ન

ધનતેરસ પર સામાન્ય રીતે લોકો સોનું-ચાંદી ખરીદવા જ્વેલર્સની દુકાને ઉમટી પડતા હોય છે, એ સિવાય લોકો નવા વાસણો, ફોન, લેપટોપ, વાહનો જેવી વસ્તુઓ ઘરે લાવતા હોય છે, એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે વસ્તુઓ ખરીદવી અત્યંત શુભ હોય છે અને આ દિવસે વસાવેલી વસ્તુઓ ટકે છે. ઘરમાં લક્ષ્મીમાતાની કૃપા રહે છે.
પરંતુ એવા લોકો કે જેમને સોનુંચાંદી ખરીદવા પોસાય એમ નથી, તેઓ ફક્ત એક વસ્તુ ખરીદવાથી પણ મહાલક્ષ્મીની કૃપા મેળવી શકે છે, અને તે છે ધાણાં, આખા-સૂકા ધાણા કે જે રસોઇમાં મસાલા તરીકે વપરાય છે. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગોળ અને ધાણાંનું મિશ્રણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આપણા અનેક વ્રત-પૂજા તથા શુભકાર્યોમાં ધાણાનો ઉપયોગ થાય છે. એવું પણ જરૂરી નથી કે જથ્થાબંધ ધાણા ઘરે લાવીને મુકવા, થોડા પ્રમાણમાં ધાણા ખરીદવાથી પણ શુભ ફળ મેળવી શકાય છે. અનેક લોકો પૂજા દરમિયાન દેવી લક્ષ્મીને ધાણાં ચડાવી અને તેને તિજોરીમાં રાખતા હોય છે.
આ સિવાય ધનતેરસના દિવસે તમે ગોમતી ચક્ર ખરીદીને તમારા ઘરે લાવી શકો છો. સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરતી વખતે ગોમતી ચક્રની પૂજા કરો અને તેને ધન સ્થાન પર રાખો. એવું માનવામાં આવે છે કે આનાથી તમારું ધનનું સ્થાન હંમેશા પૈસાથી ભરેલું રહે છે. ગોમતી ચક્ર ઉપરાંત સાવરણી, તાંબા-પિત્તળના વાસણ વગેરે ખરીદવાથી પણ લક્ષ્મીદેવીની કૃપા જળવાયેલી રહે છે.