નેશનલ

11 નવેમ્બર પછી નહીં બુક કરી શકો વિસ્તારાની ફ્લાઇટ ટિકિટ, જાણો કારણ…..

મુસાફરોને ઉત્તમ સેવા આપવા માટે પ્રખ્યાત ટાટા જૂથની ફ્લેગશિપ વિસ્તારા એરલાઈન્સ નવેમ્બર મહિનામાં એર ઈન્ડિયા સાથે મર્જ થવા જઈ રહી છે. એર ઇન્ડિયાને વૈશ્વિક સ્તરે જાણીતી એરલાઇન બનાવવાના ઉદેશ્ય સાથે આ મર્જર કરવામાં આવી રહ્યું છે. ટાટા જૂથે સરકાર પાસેથી એર ઇન્ડિયા હસ્તગત કર્યા બાદ 2022થી મર્જરની પ્રક્રિયા શરૂ કરી હતી, જે નવેમ્બર સુધીમાં પૂરી થઇ જશે અને 12 નવેમ્બરથી વિસ્તારાની તમામ ફ્લાઈટ્સ એર ઈન્ડિયા દ્વારા ઓપરેટ કરવામાં આવશે. વિસ્તારા અને એર ઇન્ડિયાએ શુક્રવારે જ જાહેરાત કરી હતી કે વિસ્તારા 11 નવેમ્બર સુધી ફ્લાઇટ્સ ઑપરેટ કરવાનું ચાલુ રાખશે અને ત્યાર બાર વિસ્તારાની તમામ ફ્લાઇટ્સ એર ઇન્ડિયાની ફ્લાઇટ તરીકે ઑપરેટ કરવામાં આવશે. હાલમાં સિંગાપોર એરલાઇન્સ વિસ્તારામાં 49 ટકા હિસ્સો ધરાવે છે. એર ઇન્ડિયા સાથેના મર્જર બાદ સિંગાપોર એરલાઇન્સ પાસે એર ઇન્ડિયામાં 21.5 ટકા હિસ્સો હશે.

જે ગ્રાહકોએ 12 નવેમ્બર અને તે પછીની વિસ્તારાની ફ્લાઈટ્સ બુક કરી છે તેમનું રિઝર્વેશન આપોઆપ એર ઈન્ડિયા ફ્લાઈટ્સમાં ટ્રાન્સફર થઈ જશે. તેમને નવી ઈલેક્ટ્રોનિક ટિકિટ જારી કરવામાં આવશે અને ગ્રાહકોને તેમની ટિકિટ બદલવા માટે જાણ કરવામાં આવશે.

આ પણ વાંચો : વડા પ્રધાન મોદી આજે 3 વંદે ભારત ટ્રેનનું ફ્લેગ ઓફ કરશે, આ રાજ્યોને મળશે લાભ…

11 નવેમ્બર પછીની તારીખો માટે વિસ્તારાની ફ્લાઈટ્સ બુક કરવા ઈચ્છતા મુસાફરોએ એર ઈન્ડિયાની બુકિંગ ચેનલો દ્વારા ટિકિટ બુક કરવાની રહેશે. 11 નવેમ્બર સુધી, ગ્રાહકો હજી પણ એડ-ઓન સેવાઓ અને બુકિંગ ફેરફારો માટે વિસ્તારાની વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન અને કોલ સેન્ટરનો ઉપયોગ કરી શકે છે. 11 નવેમ્બર પછી આવી તમામ સેવાઓ એર ઈન્ડિયા દ્વારા એક્સેસ કરવાની રહેશે. 2025ની શરૂઆત સુધી વિસ્તારાના એરક્રાફ્ટ અને ક્રૂ એર ઈન્ડિયાના એર ઓપરેટર સર્ટિફિકેટ હેઠળ કામ તો કરશે, પરંતુ તેઓ 2025ની શરૂઆત સુધી વિસ્તારાના ફ્લીટ અને શેડ્યૂલને જ અનુસરશે.

વિસ્તારાની લોયલ્ટી પ્રોગ્રામ ક્લબ વિસ્તારા એર ઈન્ડિયાના ફ્રિકવન્ટ ફ્લાયર પ્રોગ્રામ ફ્લાઈંગ રિટર્ન્સ સાથે મર્જ કરવામાં આવશે. વિસ્તારાની વેબસાઈટ દ્વારા બંને પ્રોગ્રામના એકાઉન્ટ્સને લિંક કરી શકાય છે. લોયલ્ટી પ્રોગ્રામમાં ટાયર સ્ટેટસ કમાયેલા કુલ પોઈન્ટના આધારે નક્કી કરવામાં આવશે. ક્લબ વિસ્તારા પોઈન્ટ્સ, ટાયર પોઈન્ટ્સ, ફ્લાઈટ વાઉચર્સ અને અપગ્રેડ વાઉચર્સ તેમની હાલની માન્યતા સાથે ફ્લાઈંગ રિટર્ન્સ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સહ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ્સ અને પોઈન્ટ્સ સંબંધિત માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે, એમ કંપનીએ જણાવ્યું છે.

એર ઈન્ડિયા હાલમાં તેના જૂના એરક્રાફ્ટનું નવીનીકરણ કરી રહી છે, તેમજ તેના કેબિન લેઆઉટમાં પ્રીમિયમ ઈકોનોમી ક્લાસ ઉમેરી રહી છે. તેમના આ પગલાનો હેતુ મુસાફરોને બહેતર અનુભવ આપવાનો છે. વિસ્તારાનું એર ઇન્ડિયામાં થનારું આ મર્જર ભારતના ઉડ્ડયન બજારને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…