કોંગ્રેસની નવી યાદીમાં મથુરાની સીટ પરથી ઉમેદવાર જાહેર, રાયબરેલી-અમેઠી પર સસ્પેન્સ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે આજે રાતે વધુ એક યાદીની જાહેરાત કરી છે. આ યાદીમાં હાલમાં અમેઠી અને રાયબરેલીથી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. સીતાપુરની બેઠક પરથી પણ ઉમેદવાર બદલીને લોકોને ચોંકાવી નાખ્યા છે.
મથુરાથી સીટની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને 17 બેઠક આપી છે. મથુરાથી ઉમેદવારની જાહેરાત કરી છે, પરંતુ મહત્ત્વની બેઠક પર જાહેરાત કરવાની બાકી હોવાનું પાર્ટીના વર્તુળે જણાવ્યું હતું.
પ્રયાગરાજથી ઉજ્જવલ રમણ સિંહનું નામ સૌથી આગળ છે. ગઈકાલે ઉજ્જવલ રમણ સિંહ કોંગ્રસેમાં જોડાયા હતા. નવી યાદી અનુસાર મથુરાથી મુકેશ ધનગરને ઉમેદવાર જાહેર કર્યાં છે. સીતાપુરમાં નકુલ દુબેની ટિકિટ કાપીને રાકેશ રાઠોરને ઉમેદવાર જાહેર કર્યાં છે. અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશમાંથી કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવારમાં સહારનપુરથી ઈમરાન મસૂદ, અમરોહથી દાનિશ અલી, ગાઝિયાબાદથી ડોલી શર્માની જાહેરાત કરી છે.
આ ઉપરાંત, બુલંદશહરથી શિવરામ વાલ્મિકી, ફતેપુર સિકરીથી રામનાથ સિકરવાર, સીતાપુરથી નકુલ દુબેની જગ્યાએ રાકેશ રાઠોર, મથુરાથી મુકેશ ધનગર, કાનપુરથી આલોક મિશ્રા, ઝાંસીથી પ્રદીપ જૈન આદિત્ય, બારાબંકીથી તનુજ પુનિયા, મહારાજગંજથી વિરેન્દ્ર ચૌધરી વગેરેને ટિકિટ આપવામાં આવી છે.