કેનેડા, પાકિસ્તાન, ચીનના સબંધો પર જયશંકરે હૈયું ખોલ્યું: કહ્યું “આ છે ભારતના દુશ્મન….”
નવી દિલ્હી: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કેનેડા સાથેના બગડેલા સબંધો, ચીન સાથે એલઓએસી વિવાદ અને પાકિસ્તાનની મુલાકાતના મુદ્દે ખુલીને વાત કરી છે. વાતચીત દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે કયો દેશ ભારત માટે સમસ્યા અથવા મોટો પડકાર છે. એક કાર્યક્રમ દરમિયાન તેમણે એક પત્રકારના પ્રશ્નના ઉતરમાં જણાવ્યું હતું કે, “હું એમ નહીં કહું કે સમગ્ર પશ્ચિમ ભાગમાં લોકો નથી સમજતા, ઘણા લોકો સમાયોજન સાધે જ છે અને ઘણા લોકો ઓછું એડજસ્ટ કરે છે. પરંતુ હું કહીશ કે કેનેડા આ બાબતમાં પાછળ છે.” તેમની સાથેના સંબંધોની વર્તમાન સ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે.”
આ પણ વાંચો : હમ આપકે હૈ કૌન કે પછી હમ સાથ સાથ હૈ? પાકિસ્તાન યાત્રાને લઈને S Jaishankarને સવાલ
ચીનના પ્રશ્નના ઉતરમાં કહ્યું….:
ભારતના ચીન સાથેના સંબંધો અંગે એસ. જયશંકરે કહ્યું કે, “આપણે પાડોશીઓ છીએ પરંતુ આપણી સરહદનો મુદ્દો વણઉકેલ્યો છે. જો બંને દેશો એક જ કાળખંડમાં પ્રગતિ કરી રહ્યા હોય તો પરિસ્થિતિ સરળ નથી હોતી. મને લાગે છે કે કૂટનીતિની ખૂબ જ જરૂર પડશે. આપણે સંતુલન કેવી રીતે પ્રાપ્ત કરીશું, મને લાગે છે કે આ એક મોટો પડકાર છે.”
આ પણ વાંચો : 9 વર્ષ બાદ ભારતના વિદેશ મંત્રી પહોંચ્યા પાકિસ્તાન, SCO સમિટમાં ભાગ લેશે એસ જયશંકર
રશિયા સાથે આપણો ઇતિહાસ જુઓ:
કાર્યક્રમ દરમિયાન જ્યારે રશિયા વિશે વાત કરતાં વિદેશ મંત્રીએ કહ્યું, “જો તમે રશિયા સાથેના આપણો ઈતિહાસ જોશો તો તમને ખ્યાલ આવશે કે તેણે આપણી વિરુદ્ધમાં કંઈ કર્યું નથી. જો કે પશ્ચિમી દેશો સાથે તેની સ્થિતિ અલગ છે. સંબંધો તૂટી ચૂક્યા છે. હવે તે એશિયા તરફ નજર રાખી રહ્યું છે કારણ કે તેની પાસે વિકલ્પો નથી. પરંતુ રશિયા કુદરતી સંસાધનો પર આધારિત શક્તિ છે.
આ પણ વાંચો : ‘ભારત અને પાકિસ્તાને ભવિષ્ય વિષે વિચારવું જોઈએ….’, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નિવેદન
પાડોશી દેશોના સબંધને લઈને કરી વાત:
માલદીવ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશો વિશે એસ. જયશંકરે કહ્યું, “આજે આપણા પડોશી દેશોમાં લોકશાહી છે. તેનો અર્થ એ છે કે ત્યાં બદલાવ થતાં રહેવાના છે, સ્થિતિઓ ઉપર-નીચે રહેશે. તમે જુઓ, જ્યારે શ્રીલંકા મુશ્કેલીમાં અટવાયું હતું, ત્યારે જ મદદ માટે ભારત જ આગળ આવ્યું હતુ. આપણે પાડોશી દેશોમાં રોકાણ કરીશું તો સમગ્ર પ્રદેશનો વિકાસ થશે.
આ પણ વાંચો : શાહબાઝ શરીફના ડિનરમાં પહોંચ્યા એસ જયશંકર, પાકિસ્તાનના વડાપ્રધાને કર્યું સ્વાગત: video viral…
પાકિસ્તાન યાત્રાને લઈને પણ આપ્યો જવાબ:
એસ. જયશંકરને તાજેતરમાં જ થયેલી તેમની પાકિસ્તાન યાત્રાને લઈને પણ સવાલો કરવામાં આવ્યા હતા, તેમણે આ બાબતે વાત કરતાં કહ્યું હતું કે “હું ત્યાં પૂર્વ પીએમ નવાઝ શરીફને નથી મળ્યો. હું માત્ર SCO કોન્ફરન્સ માટે જ ગયો હતો. ભારત અને હું SCOના સક્રિય સભ્ય છીએ. અમે ગયા, તેમને મળ્યા, હાથ મિલાવ્યા, અમારી સારી મુલાકાત થઈ અને પછી અમે પાછા આવ્યા.”