નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે વણસેલા સંબંધને લઈ ભારતે મોટું પગલું ભર્યું છે. ભારતે કેનેડાથી હાઈ કમિશ્નરને પરત બોલાવી લીધા છે. તેની સાથે જ ભારતે નિશાન બનાવવામાં આવી રહેલા અન્ય અધિકારીઓન પરત બોલાવવાનો ફેંસલો કર્યો છે. ભારત સરકારે કહ્યું કે, તેમને હવે ટ્રુડો સરકાર પર ભરોસો નથી. અમે કેનેડામાં ભારતીય રાજદૂતોની સુરક્ષા નિશ્ચિત કરવા વર્તમાન કેનેડા સરકારની પ્રતિબદ્ધતા પર કોઈ ભરોસો નથી. તઓ કંઈ પણ કરી શકે છે.
આ પહેલા ભારતમાં કેનેડાના હાઈકમિશ્નરને સમન્સ મોકલ્યું હતું. વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે, કેનેડાના રાજદૂતને બોલાવીને કહ્યું કે, ભારતીય કમિશ્નર અને અન્ય રાજકીયોને નિશાન બનાવવા અસ્વીકાર્ય છે. આ પહેલા પણ ભારતે કેનેડાને સણસણતો જવાબ આપ્યો હતો. જેને લઈ હાલ ભારત, કેનેડા વચ્ચેના સંબંધ સુધરે તેવી શક્યતા પણ નહીંવત છે.
ભારત પણ હવે કેનેડાને લાલ આંખ બતાવી રહ્યું છે. જસ્ટિન ટ્રુડો સામેના નવા આરોપોને લઈને ભારતે કેનેડિયન હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું છે. આજે આ પહેલા ભારતે કેનેડાના એ સંકેતોને ‘વાહિયાત આરોપો’ તરીકે નકારી કાઢ્યા હતા કે, ઓટાવામાં ભારતીય હાઈ કમિશનર શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યાની તપાસ સાથે જોડાયેલા છે.
ભારતનો જવાબ
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતને ગઈકાલે કેનેડા તરફથી રાજદ્વારી સંદેશાવ્યવહાર મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય હાઈ કમિશ્નર અને અન્ય રાજદ્વારીઓ તે દેશમાં તપાસ સાથે સંબંધિત મામલામાં નિરીક્ષણ હેઠળના વ્યક્તિઓ છે. ભારત સરકાર આ પાયાવિહોણા આરોપોનું ખંડન કરે છે અને તેને ટ્રુડો સરકારના રાજકીય એજન્ડા માટે જવાબદાર ગણાવે છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, તેમાં કોઈ શંકા નથી કે તપાસના નામ પર રાજકીય લાભ માટે ભારતને બદનામ કરવા માટે આ એક જાણીજોઈને રચાયેલ રણનીતિ છે. વિદેશ મંત્રાલયે કહ્યું, તેમની કેબિનેટમાં એવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેઓ ખુલ્લેઆમ ઉગ્રવાદી અને અલગતાવાદી એજન્ડા સાથે જોડાયેલા છે. ડિસેમ્બર 2020માં ભારતની આંતરિક રાજનીતિમાં તેમની સ્પષ્ટ દખલગીરી દર્શાવે છે કે તેઓ આ સંબંધમાં ક્યાં સુધી જવા ઈચ્છતા હતા.
વિદેશ મંત્રાલયે કહ્યું, તેમની સરકાર એક રાજકીય પક્ષ પર નિર્ભર છે, જેના નેતાઓ ભારત પ્રત્યે અલગતાવાદી વિચારધારાને સમર્થન આપે છે. જેમણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની જાહેરાત કરી હતી. આ હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના આરોપોને પગલે તેઓ ખૂબ જ તનાવગ્રસ્ત હતા. ગયા વર્ષે જૂનમાં બ્રિટિશ કોલંબિયાના સરેમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.