ટોપ ન્યૂઝનેશનલ

S jaishankarની પ્રેસ કોન્ફરન્સ બતાવવા બદલ કેનેડાએ ન્યુઝ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો, ભારતે કહી આ વાત

નવી દિલ્હી: કેનડાની જસ્ટિન ટ્રુડો સરકારનું ભારત વિરોધી વલણ હવે ખુલીને (Canada-India tension) સામે આવી રહ્યું છે. કેનેડા સરકાર અવારનવાર ભારત વિરોધી પગલા ભરી રહી છે. તાજેતરમાં કેનેડાએ ઓસ્ટ્રેલિયની એકન્યુઝ ચેનલ પર પ્રતિબંધ (Canada banned Australian news channel) મૂકી દીધો હતો. આ ચેનલે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરની પ્રેસ કોન્ફરન્સનું પ્રસારણ કર્યું હતું. કેનેડાના આ પગલા બાદ ભારતે કેનેડાને ફટકાર લગાવી છે.

Also read: દુનિયાનો એકમાત્ર એવો દેશ કે જ્યાંના લોકો Internet નથી વાપરતા…

ઓસ્ટ્રેલિયન ટીવી ચેનલ દ્વારા એસ જયશંકરની પ્રેસ કોન્ફરન્સના પ્રસારણ પર કેનેડાએ વાંધો ઉઠાવ્યો હતો. એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એસ જયશંકરે ભારત-કેનેડાના સંબંધો અંગે ટિપ્પણી કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સ ઓસ્ટ્રેલિયા ટુડે યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવી હતી, જે કેનેડિયન સરકાર સાથે પસંદ ના પડ્યું.

કેનેડા સરકારના આ નિર્ણય પર હવે ભારત સરકારે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે દિલ્હીમાં એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે અમને જાણવા મળ્યું છે કે આ આઉટલેટનું સોશિયલ મીડિયા હેન્ડલ બ્લોક કરવામાં આવ્યું છે અને તે હવે કેનેડામાં દર્શકો માટે ઉપલબ્ધ નથી.

Also read: ટ્રમ્પનું ચૂંટાવું ભારત માટે ચિંતાનો વિષય? ટ્રમ્પની આ નીતિઓ ભારતને અસર કરશે

વિદેશ મંત્રાલયે કહ્યું કે આ હેન્ડલે એસ જયશંકર અને પેની વોંગની પ્રેસ કોન્ફરન્સનું પ્રસારણ કર્યું હતું તેના એક કલાક પછી જ તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. રણધીર જયસ્વાલે કહ્યું કે અમને આશ્ચર્ય થયું, આ અમને વિચિત્ર લાગે છે. આ પગલું ફરી એકવાર અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રત્યે કેનેડાના દંભને છતું કરે છે. રણધીર જયસ્વાલે કહ્યું કે વિદેશ પ્રધાને એ વાત પર ભાર મુક્યો હતો કે કેનેડામાં ભારત વિરોધી તત્વોને રાજકીય જગ્યા આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button