નવરાત્રીના ઉપવાસ રહ્યા હોઈએ તો ચા-કોફી પીવાય કે નહીં
નવરાત્રી-2024 આજથી શરૂ થાય છે. ચૈત્રી નવરાત્રીની જેમ શરદીય નવરાત્રીમાં પણ ઘણા લોકો વ્રત રાખે છે અને ઉપવાસ કરી માતાની આરાધના કરે છે. ઉપવાસનું આરોગ્યની દૃષ્ટિએ પણ ઘણું મહત્વ છે. વર્ષના અમુક દિવસો અનાજ ન ખાઈ, પેટ ખાલી રાખી શરીરને ચુસ્ત રાખી શકાય છે.
જોકે વ્રત દરમિયાન શું ખાવું શું ન ખાવું તે અંગે દરેકની અલગ અલગ માન્યતા હોય છે આથી લોકો હંમેશાં મુંઝવણમાં રહેતા હોય છે. સામાન્ય રીતે વ્રત સમયે અનાજ અને શાકભાજી, દાળ વગેરે વસ્તુઓને ટાળવામાં આવે છે અને ફળ અને કંદમૂળ ઉપયોગમાં લેવાઈ છે. આ સાથે લોકો રાજીગરાનો લોટ, સામો, મખાણા, સાબુદાણા વગેરે જેવી વસ્તુઓ પણ ઉપયોગમાં લે છે.
જોકે સૌથી મોટી મુંઝવણ લોકોને એ હોય છે કે વ્રત દરમિયાન ચા-કોપી પી શકાય કે નહી. ચા તો ઘણા પીતા હોય છે, પરંતુ કોફી માટે ઘણાને મુંઝવણ થતી હોય છે. ત્યારે નિષ્ણાતોનું કહેવાનું છે કે ચા અને કોફી બન્ને વ્રત દરમિયાન પી શકાય છે. બન્ને વસ્તુમાં એવો કોઈ પદાર્થ નથી જે વ્રત સમયે ઉપયોગમાં ન લઈ શકાય.
પણ હા બન્ને પીણાં ખાલી પેટે પીવા ફાયદાકારક ગણાતા નથી. આથી જો તમે ઉપવાસ દરમિયાન કંઈપણ ખાતા ન હોય તો ચા-કોફી પીવામાં પણ તમારે નિયંત્રણ રાખવું જોઈએ.
આ સાથે પાણી ખાસ પીવું જોઈએ. શક્ય હોય તો સવારે થોડું હૂંફાળુ પાણી પીવાનું અને ત્યારબાદ રૂમ ટેમ્પરેચર પ્રમાણે પાણી પીવાનું હોય છે. આ સાથે શરીરને ચાલુ રાખવું અને બને તેટલું મૌન રહેવાનું પણ વ્રત સમયે જરૂરી છે.
Also Read –