નેશનલ
શું સામાન્ય લોકોના કલ્યાણ માટે સરકાર કોઇની ખાનગી મિલકત લઈ શકે ? સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી
નવી દિલ્હી : સંપતિના પુનઃ વિતરણને લઈને સુપ્રિમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. 9 જજોની ખંડપીઠે જણાવ્યુ હતું કે “હવે એ કહેવું ખતરનાક રહેશે કે કોઈ વ્યક્તિની અંગત મિલકતને સમુદાયનું ભૌતિક સંસાધાન ગણી શકાય નહીં અને “જાહેર કલ્યાણ” માટે રાજ્ય સત્તાવાળાઑ દ્વારા તેનો કબ્જો લઈ શકાય નહીં. આ કેસની વધુ સુનાવણી આજે ગુરુવારે પણ થવાની છે.
25 વર્ષ જૂના કેસની સુનાવણી ભારતના ચીફ જસ્ટિસ ડી. વાય, ચંદચૂડની અધ્યક્ષતાવાળી બેંચમા ચાલી રહી છે. બેન્ચ તપાસ કરી રહી છે કે, ‘શું ખાનગી માલિકીના સંસાધનોને સમુદાયના ભૌતિક સંસાધનો ગણી શકાય ? અગાઉ મુંબઈના પ્રોપર્ટી ઓનર્સ એસોસિયેશન સહિત વિવિધ પક્ષકારોએ ભારપૂર્વક દલીલ કરી હતી કે બંધારણની કલામ 39B અને અને 31C મુજબ સરકારી યોજનોની આડમાં રાજય સત્તાવાળાઓ દ્વારા ખાનગી મિલકતો હસ્તગત કરી શકતી નથી.