નેશનલ

દુનિયામાં ભારતના Call Rates સૌથી ઓછા, જાણો કેટલા કરોડ છે Mobile કનેક્શન?

નવી દિલ્હીઃ ભારતમાં હવે ૧૧૭ કરોડ મોબાઇલ કનેક્શન અને ૯૩ કરોડ ઇન્ટરનેટ કનેક્શન છે. દેશમાં કોલ રેટ વિશ્વમાં સૌથી નીચા હોવાનું નોંધતા ટેલિકોમ પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ આજે લોકસભામાં જણાવ્યું હતું.

Also Read: કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ સિંધિયાને યાદ આવી કૉંગ્રેસ, કહ્યુ કે…

ટેલિકોમ પ્રધાન સિંધિયાએ જણાવ્યું હતું કે દર મિનિટે કોલનો દર ૫૩ પૈસા હતો જે હવે ઘટીને માત્ર ૩ પૈસા થઇ ગયો છે. જે ૯૩ ટકાનો ઘટાડો સૂચવે છે. જે વિશ્વના સૌથી નીચા દરોમાંનો એક છે. હાલમાં ભારતમાં ૧૧૭ કરોડ મોબાઇલ ક્નેક્ટિવિટી અને ૯૩ કરોડ ઇન્ટરનેટ કનેક્શન છે. તેમણે કહ્યું કે એક જીબી ડેટાની કિંમત ૯.૧૨ રૂપિયા છે, જે વિશ્વમાં સૌથી સસ્તી છે.
પ્રધાને કહ્યું કે ડિજિટલ ઇન્ડિયા ઇનિશિએટિવ હેઠળ વિવિધ ટેક્નોલોજી આધારિત સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન સ્કીમ જેવી કે ટેક્નોલોજી ઇન્ક્યુબેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યોર્સ (ટીઆઇડીઇ ૨.૦), જેન-નેક્સ્ટ સપોર્ટ ફોર ઇનોવેટિવ સ્ટાર્ટઅપ્સ (જીઇએનઇએસઆઇએસ), ડોમેન સ્પેસિફિક સેન્ટર્સ ઓફ એક્સલન્સ(સીઓઇએસ) અને નેક્સ્ટ જનરેશન ઇન્ક્યુબેશન સ્કીમ(એનજીઆઇએસ) ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં આશરે રૂા. ૮૦૦ કરોડના કુલ ભંડોળ સાથે હાથ ધરવામાં આવી છે.

Also Read: 20 લાખ મોબાઈલ નંબરને ફરીથી વેરિફાઈ કરવાના ટેલિકોમ ઓપરેટર્સને આદેશ, જાણો કેમ?

તેમણે વધુમાં કહ્યું કે માર્ચ ૨૦૨૪ સુધીમાં ભારતમાં કુલ ૯૫૪.૪૦ મિલિયન ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સમાંથી ૩૯૮.૩૫ મિલિયન ગ્રામીણ ઇન્ટરનેટ ગ્રાહકો છે. વધુમાં એપ્રિલ ૨૦૨૪ સુધીમાં દેશના ૬,૪૪,૧૩૧ ગામોમાંથી ૬,૧૨,૯૫૨ ગામોમાં ૩જી/૪જી મોબાઇલ કનેક્ટિવિટી છે. આમ ૯૫.૧૫ ટકા ગામડાઓ ઇન્ટરનેટની સુલભતા ધરાવે છે. નોંધનીય છે કે દેશમાં કુલ ઇન્ટરનેટ ગ્રાહકો માર્ચ ૨૦૧૪ના ૨૫૧.૫૯ મિલિયનથી વધીને માર્ચ ૨૦૨૪માં ૧૪.૨૬ ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર(સીએજીઆર) પર ૯૫૪.૪૦ મિલિયન થઇ ગયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ… પિંક હાઈ થાઈસ્લિટ ગાઉનમાં બાર્બી ડોલ બનીને એક્ટ્રેસે બિખેર્યો હુસ્નનો જાદુ, જોઈને બોલી ઉઠશો…