નવી દિલ્હીઃ આફ્રિકન યુનિયનને G20નો સભ્ય બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રસ્તાવને શનિવારે આ પ્રભાવશાળી સમૂહના તમામ સભ્ય દેશોએ સ્વીકારી લીધો હતો. આ સાથે, ‘ગ્લોબલ સાઉથ’નું આ મુખ્ય જૂથ વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓના વિશિષ્ટ જૂથમાં જોડાયું હતું.
“તમારા બધાના સમર્થનથી, હું આફ્રિકન યુનિયનને G20 માં જોડાવા માટે આમંત્રિત કરું છું,” PM મોદીએ વિશ્વ નેતાઓના તાળીઓના ગડગડાટ વચ્ચે કહ્યું. આ પછી, વિદેશ મંત્રી એસ જયશંકરે યુનિયન ઓફ કોમોરોસના પ્રમુખ અને આફ્રિકન યુનિયન (AU)ના અધ્યક્ષ અઝાલી અસોમાનીને G20 ફોરમ ટેબલ પર તેમની બેઠકો પર લઈ ગયા હતા.
ભારત મંડપમમાં વિશ્વભરમાંથી એકત્ર થયેલી મહાસત્તાઓનું મહાન મંથન ચાલી રહ્યું છે. સ્વાગત પ્રવચનમાં પીએમ મોદીએ કહ્યું- આ સમય દરેક માટે સાથે મળીને આગળ વધવાનો છે. સૌની સાથે રહેવાની ભાવનાથી ભારતે આફ્રિકન યુનિયનને પણ G20માં સામેલ કરવાનો પ્રસ્તાવ સૌની સમક્ષ રાખ્યો હતો, જેને પ્રભાવશાળી સમૂહના તમામ સભ્ય દેશોએ એકસૂરે સ્વીકારી લીધો હતો. G20ના વૈશ્વિક મંચ પરથી પીએમ મોદીએ દુનિયાને ભેદભાવ દૂર કરવાનો મંત્ર આપી વિશ્વગુરુ બનવાની કેડી કંડારી દીધી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને