ટોપ ન્યૂઝનેશનલ

કોલકત્તા હાઈ કોર્ટે યુવતીઓને શા માટે કરી આવી ભલામણ?

કોલકત્તા: બળાત્કારના કેસમાં નીચલી અદાલત દ્વારા દોષિત ઠેરવ્યા બાદ કલકત્તા હાઇ કોર્ટમાં અરજી કરતા એક કિશોરને રાહત આપતા હાઇ કોર્ટે કિશોરવયના છોકરાઓ અને છોકરીઓ માટે માર્ગદર્શિકા પણ જારી કરી હતી. હાઈ કોર્ટે કહ્યું હતું કે છોકરીઓએ પોતાની જાતીય ઈચ્છાઓ અને ક્ષણિક સુખ માટે પોતાની ઇચ્છાઓ પર નિયંત્રણ રાખતા શીખો અને છોકરાઓ મહિલાઓનું સન્માન કરતા શીખો.

ઘટના કંઇક એવી હતી કે એક 21 વર્ષના યુવાન અને 17 વર્ષની યુવતીએ પોતાની મરજીથી શારિરીક સંબંધ બાંધ્યા પરંતુ કાયદા પ્રમાણે યુવતી 18 વર્ષની ના થઇ હોવાથી આ ઘટનાને બળાત્કારના ગુનામાં ગણવામાં આવી અને નીચલી અદાલતે યુવકને 20 વર્ષની સજા સંભળાવી ત્યારે તે યુવકે કોલકત્તા હાઇ કોર્ટમાં પહોંચ્યો. જ્યાં કોર્ટે યુવાનની સજા રદ કરી અને યુવાનો માટે એક ખાસ માર્ગદર્શિકા જાહેર કરી હતી.


માર્ગદર્શિકા આપતા તેમણે કોર્ટે કહ્યું હતું કે છોકરાઓએ મહિલાઓનું સન્માન કરવું જોઈએ અને તેમના સન્માનની રક્ષા કરવી જોઈએ, તેમજ મહિલાના આત્મસન્માન, ગૌરવ, પ્રાઈવસી અને તેના શરીરનું સન્માન કરવા માટે હંમેશા પોતાની રીતે તૈયાર રહેવું જોઇએ. યુવતીઓને કોર્ટે કહ્યું હતું કે તેઓએ 2 મિનિટના ક્ષણિક સુખને બદલે પોતાની જાતીય ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.


નોંધનીય છે કે આ બંનેએ લગ્ન પણ કરી લીધા હતા પરંતુ છોકરીની ઉંમર નાની હોવાના કારણે POCSO કાયદા અનુસાર યુવક પર કેસ ચલાવવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button