બેંગલુરુ: ટૂંકાક્ષરી CCDથી જાણીતી ભારતની લોકપ્રિય કેફે ચેઈન કાફે કોફી ડે (Café Coffee Day) મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઇ રહી છે, નેશનલ કંપની લો ટ્રિબ્યુન (NCLT)એ કાફે કોફી ડેની પેરેન્ટ કંપની કોફી ડે એન્ટરપ્રાઇઝિસ લિમિટેડે (Coffee Day Enterprises Ltd) સામે નાદારીની કાર્યવાહીને મંજૂરી આપી છે. CCDના આઉટલેટ્સ વર્ષોથી કૉર્પોરેટ્સ મિટિંગ્સ અને યુવાનો માટે હેંગઆઉટ માટે મનપસંદ સ્થળ રહ્યા છે.
NCLT ની બેંગલુરુ બેન્ચે 8 ઑગસ્ટના રોજ IDBI ટ્રસ્ટીશિપ સર્વિસિસ લિમિટેડ (IDBITSL) દ્વારા રૂ. 228.45 કરોડના ડિફોલ્ટનો દાવો કરતી અરજી સ્વીકારી હતી અને કંપની પરના દેવાની કામગીરીની કાળજી લેવા માટે વચગાળાના રિઝોલ્યુશન પ્રોફેશનલની નિમણૂક કરી હતી.
કોફી ડે એન્ટરપ્રાઇઝ લિમિટેડ, કેફે ઉપરાંત રિસોર્ટની પણ માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે, કન્સલ્ટન્સી સર્વિસ પણ ચલાવે છે છે અને કોફી બીન્સના વેચાણ અને ખરીદીના બિઝનેસ સાથે પણ જોડાયલી છે, કંપનીની રિડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) ની કૂપન પેમેન્ટમાં ડિફોલ્ટ થઈ હતી.
IDBITSL એ પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા 1,000 NCDs સબસ્ક્રાઇબ કર્યા હતા અને માર્ચ 2019 માં સબસ્ક્રિપ્શન માટે રૂ. 100 કરોડ ચૂકવ્યા હતા.
CDEL એ IDBITSL સાથે કરાર કર્યો હતો અને તેને ડિબેન્ચર ધારકો માટે ડિબેન્ચર ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવા સંમત થયા હતા. જો કે, CDEL સપ્ટેમ્બર 2019 અને જૂન 2020 વચ્ચેની વિવિધ તારીખો પર કૂપનની ચૂકવણીની ચૂકવણીમાં ડિફોલ્ટ થયું હતું. પરિણામે, ડિબેન્ચર ટ્રસ્ટીએ, તમામ ડિબેન્ચર ધારકો વતી, 28 જુલાઈ, 2020 ના રોજ CDEL ને ડિફોલ્ટની નોટિસ જાહેર કરી અને NCLTનો સંપર્ક કર્યો.
CDEL એ IDBITSL અરજીનો વિરોધ કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) શરૂ કરવા માટે અધિકૃત નથી કારણ કે ડિબેન્ચર ટ્રસ્ટી એગ્રીમેન્ટ અને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તેને CIRP શરૂ કરવાની સત્તા આપતા નથી.
CDELની રજૂઆતોને નકારી કાઢતાં, NCLTની બે સભ્યોની બેન્ચે જણાવ્યું હતું કે કંપનીએ તેના FY20, FY21, FY22 અને FY23 માટેના વાર્ષિક અહેવાલોમાં રૂ. 14.24 કરોડના વ્યાજની ચુકવણીમાં ડિફોલ્ટનો સ્વીકાર કર્યો છે, જે દેવાની સ્પષ્ટ સ્વીકૃતિ છે.
જુલાઈ 2019 માં તેના સ્થાપક ચેરમેન વી જી સિદ્ધાર્થના મૃત્યુ પછી કોફી ડે એન્ટરપ્રાઈઝ એસેટ રિઝોલ્યુશન દ્વારા તેના દેવાની ચૂકવણી કરી રહી છે.
20 જુલાઈ, 2023ના રોજ, NCLTની એ જ બેંગલુરુ બેન્ચે 94 કરોડના લેણાંનો દાવો કરતી ઈન્ડસઈન્ડ બેંક દ્વારા દાખલ કરાયેલી અરજી પર કૉફી ડે ગ્લોબલ લિમિટેડ (CDGL) સામે નાદારીની અરજી સ્વીકારી હતી, જે કૅફે કૉફી ડે ચેઇનની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.
નોંધનીય છે કે કે કેફે કોફી ડે, જે લોકોના CCD તરીકે ઓળખાય છે. આ કંપનીની સ્થાપના 1996માં વીજી સિદ્ધાર્થ દ્વારા કરવામાં આવી હતી. સ્ટોક એક્સચેન્જમાં કામ કરતા વીજી સિદ્ધાર્થે સૌપ્રથમ કોફીનું પ્લાન્ટેશન ખરીદ્યું હતું. શેરબજારમાં મોટી કમાણી કર્યા બાદ તેણે કોફી ડે ગ્લોબલ લિમિટેડ નામની કંપની શરૂ કરી. કાફે કોફી ડેના પ્રથમ આઉટલેટ્સ 11 જુલાઈ 1996ના રોજ બેંગલુરુમાં શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ દેશ-વિદેશમાં કંપનીના સંખ્યાબંધ આઉટલેટ્સ ખુલ્યા, અને યુવાનો માટે હેંગઆઉટ અને કોર્પોરેટર મિટિંગ માટે મનપસંદ સ્થળ બન્યા.
વર્ષ 2017 સુધી કંપનીની સ્થિતિ બગડી ગઈ. કંપનીને આવકવેરા વિભાગ તરફથી 700 કરોડની કરચોરીની નોટિસ ફટકારવામાં આવી. કંપનીના માલિક વીજી સિદ્ધાર્થ એક તરફ જંગી દેવાનું દબાણ અને બીજી તરફ આવકવેરા વિભાગનું દબાણ સહન કરી શક્યા નહીં. દેવાના તણાવને કારણે તેણે 2019માં નેત્રાવાડી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.