નેશનલ

ધનતેરસ પર ખરીદો 1001 રૂપિયામાં પ્યોર ગોલ્ડ…

આજે ધનતેરસનો શુભ દિવસ છે. આજના શુભ દિવસે સોનું અને ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે, પરંતુ જો તમારી પાસે આજે સમય નથી અથવા તો આ સમયે તમે જ્વેલરી શોપ પર જવા માંગતા નથી, તો તમે માત્ર 30 સેકન્ડમાં ઘરે બેસીને શુદ્ધ સોનું ખરીદી શકો છો.

ઓનલાઈન સોનું ખરીદવું સરળ છે. એટલું જ નહીં, તમે જ્યારે ઈચ્છો ત્યારે તેને ઓનલાઈન પણ વેચી શકો છો.
ઘણા લોકોને સોનામાં રોકાણ કરવું ગમતું નથી, કારણ કે સોનું વપરાયા વિના તિજોરીમાં બંધ પડી રહે છે. જો તમે સોનામાં રોકાણ કરવા માંગતા નથી, તો ધનતેરસના શુભ અવસર પર માત્ર રૂ. 1001નું સોનું ખરીદી શકો છો, તો તમે તેને ઘરે બેઠા ઓનલાઈન ખરીદી શકો છો.

જો તમે Paytm નો ઉપયોગ કરો છો તો તમે તેના દ્વારા 1001 રૂપિયાનું સોનું ખરીદી શકો છો. પેટીએમ ખોલતાની સાથે જ તમને બાય ગોલ્ડનો વિકલ્પ મળશે. જ્યાંથી તમે ઈચ્છો તેટલું સોનું ખરીદી શકો છો. ચુકવણી દરમિયાન તમારે સોનાની કિંમત વત્તા 3 ટકા જીએસટી ચૂકવવો પડશે.

દાખલા તરીકે જો તમે આજે Paytm થી 1001 રૂપિયાનું સોનું ખરીદો છો, તો તમને બદલામાં 0.1239 ગ્રામ સોનું મળશે. તમારે 3 ટકા GST મળીને કુલ 1031.04 રૂપિયા ચૂકવવા પડશે. તમને ખરીદીની રસીદ પણ મળશે. જો જરૂરી હોય તો, તમે તેને ઑનલાઇન પણ વેચી શકો છો. તમને થનારા ફાયદાની વાત કરીએ તો જેમ જેમ સોનાની કિંમત વધશે તેમ તમારું રોકાણ પણ વધશે. ડિજિટલ માધ્યમથી ખરીદેલું સોનું 24 કેરેટ શુદ્ધ હોય છે.

તમે MMTC-PAMPની અધિકૃત વેબસાઇટ પરથી ઘરે બેસીને Plor ગોલ્ડ ખરીદી શકો છો. MMTC-PAMP દેશની એકમાત્ર LBMA માન્યતા પ્રાપ્ત ગોલ્ડ રિફાઇનરી કંપની છે. તે ગ્રાહકોને સોનું ખરીદવા, વેચવા અથવા રિડીમ કરવાની મંજૂરી આપે છે. અહીં ગ્રાહકો સૌથી ઓછી બજાર કિંમતે 999.9 શુદ્ધતાનું પ્રમાણિત સોનું ખરીદી શકે છે. તમે સોનાની Physical Delivery પણ લઇ શકો છો, એને વેચી પણ શકો છો કે કોઇને ગિફ્ટ પણ આપી શકો છો.

Also Read – Dhanterasના દિવસે કંઈ નહીં ને નવી સાવરણી ખરીદવાનું કેમ કહેવાય છે?

ઘણા એવા મોબાઈલ વોલેટ પ્લેટફોર્મ છે જે ગ્રાહકોને ડિજિટલ રીતે સોનુ ખરીદવાની સુવિધા આપી રહ્યા છે.
તમે ફ્લિપકાર્ટ અને એમેઝોન પર સોનાના સિક્કા સહિત જ્વેલરી ખરીદી શકો છો. ઉપરાંત, તમે તનિષ્ક, કલ્યાણ જ્વેલર્સ, સેન્કો ગોલ્ડ અને પીસી જ્વેલર્સની વેબસાઇટ પરથી ઘરેણાં અને સોના અને ચાંદીના સિક્કા ખરીદી શકો છો.

Back to top button
દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker