નેશનલસ્પેશિયલ ફિચર્સ

Dhanterasના દિવસે કંઈ નહીં ને નવી સાવરણી ખરીદવાનું કેમ કહેવાય છે?

આજે ધનતેરતનો તહેવાર છે. દિવાળીની સત્તાવાર શરૂઆત આજથી થઈ છે અને હવે ચાર દિવસ પ્રકાશના પર્વની ધામધમૂથી ઉજવણી થશે.

આજનો દિવસ પણ ખાસ છે અને આજના દિવસે ખરીદીનું મહત્વ ઘણું હોવાનું કહેવાય છે. ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની સાથે કુબેર દેવ અને ભગવાન ધનવતરીની પૂજા કરવાથી ઘરમાં સુખ, આરોગ્ય અને સમૃદ્ધિ આવે છે. ધનતેરસનો દિવસ કોઈપણ નવી વસ્તુ ખરીદવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે તમે જે પણ ખરીદો છો અને ઘરે લાવો છો તેનાથી તમને 13 ગણો વધુ ફાયદો થાય છે.

ધનતેરસના દિવસે સોનું, ચાંદી, વાહન, ઘર-જમીન, લક્ષ્મી-ગણેશની મૂર્તિઓ અને વાસણોની ખરીદી ઉપરાંત સાવરણી ખરીદવાનો પણ નિયમ છે. તો ચાલો જાણીએ ધનતેરસના દિવસે સાવરણી કેમ ખરીદવામાં આવે છે અને તેની પાછળની માન્યતા શું છે.

સાવરણી ખરીદવાનું શું છે મહત્વ?
સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ધનતેરસ પર સાવરણી ખરીદીને ઘરે લાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે. ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે તે માટે સાવરણી ખરીદો અને ધનતેરસના દિવસે તેની યોગ્ય રીતે પૂજા કરો. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. આ સિવાય ધનતેરસ પર નવી સાવરણી ખરીદવાથી ઘરમાંથી ગરીબી દૂર થાય છે, તેવી માન્યતા છે. આ સાથે દરેક ભગવાનને સ્વચ્છતા પસંદ હોય છે. લક્ષ્મીજીને પણ સ્વચ્છતા પસંદ છે. વળી ધન્વન્તરી દેવનો પણ આ દિવસ છે. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ સ્વાસ્થ્ય હોય છે, તેથી આ દિવસે ઘરને સાફ કરતી સાવરણી ખરીદવામાં આવે છે.

Also Read – આજે ધનતેરસ જાણો પૂજા માટેનું શુભ મુહૂર્ત અને વિધિ વિધાન

નવી ખરીદીએ તો જૂની સાવરણીનું શું કરવાનું ?
જો તમે ધનતેરસના દિવસે નવી સાવરણી ખરીદીને ઘરે લાવતા હોવ તો જૂની સાવરણીને ફેંકી ન દો, પરંતુ તેને ક્યાંક સાફ-સુથરી રાખો. સાવરણીને એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ તેને જોઈ ન શકે. જૂની સાવરણી કચરામાં ફેંકશો નહીં કારણ કે એક સમયે તેને તમે લક્ષ્મીજીના પ્રતીક તરીકે લાવ્યા હતા. જો તે કામમાં આવે તેમ ન હોય તો જ તેને ફેંકો.

ધનતેરસ પર સાવરણી ક્યાં રાખવી?
જો તમે ધનતેરસ પર સાવરણી ખરીદીને ઘરે લાવી રહ્યા છો, તો તેને પહેલા જ દિવસે વાપરશો નહીં. પહેલા તેને પૂજા માટે મંદિરની પાસે રાખો. સાવરણી ઉભી ન રાખવી એ શુભ માનવામાં આવતું નથી. સાવરણી હંમેશાં આડી રાખવી. સાવરણી રાખવા માટે દક્ષિણ-પશ્ચિમ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે ખાસ ધ્યાન રાખજો કે કુદરતી રીતે બાંધવામાં આવતી સાવરણી જ ખરીદવી. બજારમાં મળતા પ્લાસ્ટિકના સાવરણા ખરીદવા નહીં. સાવરણી સામાન્ય રીતે ડાભ કે ખેતરોના છેવાડે ઉગતા ઘાસની બનતી હોય છે. તેને શુભ માનવામાં આવે છે.

Back to top button
દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker