પ્રયાગરાજ થી નાગપુર જતી બસનો મધ્ય પ્રદેશમાં Accident, 9 લોકોના મોત, 23 ઘાયલ

મૈહર : મધ્ય પ્રદેશના મૈહર પાસે મુસાફરોથી ભરેલી બસને અકસ્માત(Road Accident) નડ્યો હતો. મળતી માહિતી મુજબ બસ ખૂબ જ સ્પીડમાં હતી અને રોડના કિનારે ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 9 મુસાફરોના મોત થયા છે. લગભગ 23 મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. આ બસ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી નાગપુર જઈ રહી હતી. આ અકસ્માત નાદન દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારમાં મૈહર પાસે નેશનલ હાઈવે 30 પર થયો હતો.
ગેસ કટરની મદદથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા
મળતી માહિતી મુજબ, આભા ટ્રાવેલ્સની સ્લીપર બસ શનિવારે રાત્રે 11 વાગ્યે પ્રયાગરાજથી નાગપુર જઈ રહી હતી. નેશનલ હાઈવે 30 પર એક ટ્રક રોડની કિનારે ઉભી હતી. બસ સ્પીડમાં હતી ત્યારે બસ ટ્રક સાથે અથડાઈ હતી. સ્પીડ વધુ હોવાને કારણે બસની અડધી ચેસીસ અને બોડીના ટુકડા થઈ ગયા હતા. અકસ્માત બાદ મુસાફરો બસની અંદર ફસાઈ ગયા હતા. જેસીબી અને ગેસ કટરની મદદથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
અત્યાર સુધીમાં 9 મુસાફરોના મોત થયા છે
બસની કેબિન અને આગળની સીટ પર બેઠેલા મુસાફરો અકસ્માતની ઝપેટમાં આવી ગયા હતા. છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મોડી રાત્રે એમ્બ્યુલન્સની મદદથી અન્ય મુસાફરોને તાકીદે અમરપાટણ અને મેહરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. હવે મૃત્યુઆંક વધીને 9 થયો છે. આ અકસ્માતમાં 23 મુસાફરો ઘાયલ થયા છે. બે કલાકથી વધુ સમય સુધી બચાવ કામગીરી ચાલુ રહી હતી.
લગભગ બે ડઝન મુસાફરો ઘાયલ
મૈહરના પોલીસ અધિક્ષક સુધીર અગ્રવાલે કહ્યું કે એવી માહિતી છે કે આ બસ પ્રયાગરાજથી નાગપુર જઈ રહી હતી. જ્યારે આ બસ દેહાત પોલીસ સ્ટેશન વિસ્તારની આગળ આવી ત્યારે તે પથ્થરોથી ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. અબસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં લગભગ 23 લોકો ઘાયલ થયા છે. એવી માહિતી છે કે હોસ્પિટલમાં દાખલ ઘાયલોમાંથી વધુ ત્રણના મોત થયા છે.
Also Read –