નેશનલ
નેપાળમાં બસ અકસ્માત: ૧૨નાં મોત
કાઠમાંડૂૃ : નેપાળના લુમ્બિની પ્રાંતમાં બે ભારતીય સહિત ૧૨ પ્રવાસીનાં બસ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. શુક્રવારે મોડી રાતે એક પ્રવાસીબસ ભાગલુબાગમાં પુલ પરથી રાપ્તી નદીમાં ખાબકી હતી. બસ નેપાલગંજથી કાઠમંડૂ જઈ રહી હતી. ધ કાઠમંડૂ પોસ્ટના એક અહેવાલ અનુસાર રાપ્તી નદીમાં બસ પડી જતા ૧૨ પ્રવાસીનાં મૃત્યુ થયાં હતાં ૨૩ પ્રવાસીને ઈજા થઈ હતી જેમને
કોહલપુર સ્થિત નેપાલગંજ મેડિકલ ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડેપ્યુટી ઈન્સ્પેકટર ઓફ પોલીસ સુંદર તિવારીએ કહ્યુ હતું કે અકસ્માતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. બસડ્રાઈવર લાલબહાદુર નેપાલીને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.