
બુલઢાણા: બુલઢાણામાં નાંદુરા-મલકાપૂર માર્ગ પર ભીષણ અકસ્માત થયો છે. પૂર ઝડપે આવી રહેલા ટ્રકના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા આ ટ્રક રસ્તાની બાજૂમાં આવેલ ઝૂપડાંમાં ધૂસી ગયો હતો. આ ટ્રકે ઝૂપડાંમાં સૂઇ રહેલા 10 મજૂરોને કચડતા ચારનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે 6ને ઇજા પહોંચી છે. . ઇજાગ્રસ્તોને મલકાપૂરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ છ ઇજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર હોવાની વિગતો જાણવા મળી છે.
આ તમામ મજૂરો હાઇવેના કામ માટે આવ્યા હતાં. રસ્તાને અડીને જ તેમની ઝૂપડી હતી. રાત્રે આ મજૂરો ઊંઘી રહ્યાં હતાં ત્યારે જ પૂર ઝડપે આવી રહેલ ટ્રક ઝૂપડામાં ઘૂસી ગયો હતો. બુલઢાણાના નાંદુરા તાલુકામાં આવેલ વડનેરની આ ઘટના છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
હાઇવેનું કામ કરી રહેલા મજૂરો રાત્રે તેમનું કામ પતાવીને રસ્તાની પાસે આવેલ ઝૂપડાંમાં આરામ કરી રહ્યાં હતાં. દરમીયાન આ રસ્તા પરથી પૂર ઝડપે જઇ રહેલા ટ્રકના ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતા ટ્રક ઝૂપડાંમાં ધૂસી ગયો હતો. આ અકસ્માતમાં ચાર મજૂરોનું ઘટના સ્થળે જ મોત થયું છે.
આ રસ્તા પરથી દિવસ-રાત વાહનોની અવર-જવર ચાલતી હોય છે. આ રસ્તાની આજુ બાજુ ઘણાં ઝૂપડાં છે. રસ્તાની બંને બાજુ મોટા પ્રમાણમાં અતિક્રમણ થયું છે. તેથી અકસ્માતોનું પ્રમાણ વધ્યુ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પમનારા મજૂરો ચિખલદરાથી નાંદુરમાં રસ્તાના કામ માટે આવ્યા હતાં.