નેશનલ

લોકસભાની ચૂંટણી પહેલાં બજેટ રજૂ નહીં થાય: નાણાં પ્રધાન

પહેલી ફેબ્રુઆરીએ લેખાનુદાન રજૂ થશે, સંપૂર્ણ અંદાજપત્ર જુલાઈમાં

નવી દિલ્હી : કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલાં અંદાજપત્ર (બજેટ) રજૂ નહીં થાય. પહેલી ફેબ્રુઆરીએ માત્ર વહીવટી ખર્ચ માટેની દરખાસ્ત એટલે કે લેખાનુદાન જ રજૂ થશે એટલે તેમાં કરવેરા કે અન્ય આર્થિક બાબતને લગતી મહત્ત્વની જાહેરાતની આશા નહિ રાખતા.

તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી ૨૦૨૪માં યોજાય તે પછી એટલે કે ૨૦૨૪ના જુલાઈમાં જ સંપૂર્ણ બજેટ રજૂ થશે.

શું તમે ફેબ્રુઆરીમાં જોરદાર બજેટ રજૂ કરશો એવા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે લેખાનુદાનમાં કોઈ મોટી જાહેરાતો નહીં થાય આ માટે જુલાઈ ૨૦૨૪માં સંપૂર્ણ બજેટ રજૂ થાય તેની રાહ જોવી પડશે.

અરુણ જેટલી બીમાર પડ્યા ત્યારે પીયૂષ ગોયલે નાણાં ખાતાનો વધારાનો અખત્યાર સંભાળ્યો હતો અને તેમણે ૨૦૧૯માં છેલ્લું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે બીજી વાર કેન્દ્રમાં સત્તા આવી ત્યાર બાદ પાંચ જુલાઈ, ૨૦૧૯એ નિર્મલાની નાણાં પ્રધાન તરીકે નિમણૂક કરાઈ હતી.

પરંપરા પ્રમાણે લેખાનુદાનમાં નવી સરકાર સત્તા પર આવે એ પહેલાં વહીવટી ખર્ચ કરવાની જોગવાઈ હોય છે. સરકારોએ ભૂતકાળમાં લેખાનુદાનમાં કોઈ મોટી નીતિવિષયક જાહેરાતો કરવાનું ટાળ્યું છે. જો કે આમ કરવા પર કોઈ બંધારણીય પ્રતિબંધ નથી.

ગોયલે ૨૦૧૯ના વચગાળાના બજેટમાં ૧૨ કરોડ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવાની રેવડી દીધી હતી. ગોયલે મધ્યમ વર્ગને પણ કરવેરામાં રાહત આપી હતી. તેમણે નોકરિયાત વર્ગનું સ્ટાન્ડર્ડ ડીડકશન ૪૦,૦૦૦ રૂપિયાથી ૫૦,૦૦૦ રૂપિયા કર્યું હતું. એ જ પ્રમાણે વ્યક્તિગત
કરદાતાને પાંચ લાખ સુધીની વાર્ષિક આવક હોય તો કરવેરામાં સંપૂર્ણ છૂટ અપાઈ હતી. ૨૦૧૯ના વચગાળાના બજેટમાં એવી દરખાસ્ત હતી કે પાંચ લાખ રૂપિયાની આવક ધરાવનારે કોઈ વેરો ભરવો નહીં.

તદુપરાંત નાણાપ્રધાનોએ ફરી સત્તા પર આવવા એ માટે રાજકીય પ્રવચનો પણ કર્યા છે.

લેખાનુદાનના આગલા દિવસે સરકાર બજેટ પૂર્વેનું આર્થિક સર્વેક્ષણ પણ રજૂ કરતું નથી. સામાન્ય રીત ફુલ બજેટના આગલા દિવસે આર્થિક સર્વેક્ષણ રજૂ કરાય છે.

આમાં અર્થતંત્રની સ્થિતિ અને દિશાસૂચક આંકડા હોય છે (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…