બજેટ વિશેષ: આ વખતના અંદાજપત્રમાં જનતાને રાહતની અપેક્ષા નહીં | મુંબઈ સમાચાર

બજેટ વિશેષ: આ વખતના અંદાજપત્રમાં જનતાને રાહતની અપેક્ષા નહીં

સરકાર મોંઘવારી પર ધ્યાન આપતી નથી: સર્વેના ચોંકાવનારા તારણો

નવી દિલ્હીઃ વર્ષ 2025નું બજેટ રજૂ થવામાં હવે બહુ જ ઓછો સમય બચ્યો છે. લોકોને આ બજેટથી ઘણી આશાઓ છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે. આ પહેલા દેશની પ્રવર્તમાન સ્થિતિ પર એક એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં લોકો નામ મનમાં હતાશા જોવા મળી હતી આ સર્વેમાં મોટાભાગના લોકોએ કહ્યું હતું કે દેશમાં મોંઘવારી સતત વધી રહી છે અને મોંઘવારીને કારણે ઘર ચલાવવાનું મુશ્કેલ બન્યું છે. આગળ પણ તેમને આ પરિસ્થિતિમાં સુધારો થાય એમ લાગતું નથી.

સર્વેમાં મોંઘવારીની વાત સામે આવી
જાણીતી સર્વે કંપનીએ પ્રી-બજેટ સર્વે કર્યો હતો, જેમાં દેશભરના અલગ અલગ પ્રાંતના 5269 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી અને તેમના જવાબોને નોંધવામાં આવ્યા હતા. લગભગ બે તૃતીયાંશ લોકોએ જણાવ્યું હતું કે દેશમાં ભારે મોંઘવારી છે, જેના પર કોઈ ધ્યાન આપી નથી રહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા ત્યાર બાદ મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. 50% થી વધારે લોકોએ કહ્યું હતું કે વધતી જતી મોંઘવારીની તેમના જીવન પર પ્રતિકૂળ અસર પડી છે અને તેમને સામાન્ય જીવન નિર્વાહ પણ મુશ્કેલ બની રહ્યો છે.

આ વર્ષે પણ ખરાબ જશે
આ સર્વેમાં મોટાભાગના લોકોએ એમ પણ કહ્યું હતું કે તેમની આવકમાં કોઈ વધારો થયો નથી. આવક જેટલી હતી તેટલી જ રહી છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં તેમના ખર્ચમાં ઘણો વધારો થઈ રહ્યો છે. જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ આસમાન લાંબી રહ્યા છે. બે તૃતીયાંશ લોકોએ એમ પણ કહ્યું હતું કે વધતા ખર્ચાઓને કારણે ઘર ચલાવવાનું ઘણું મુશ્કેલ બની રહ્યું છે. 37% લોકોએ જણાવ્યું હતું કે આ વર્ષે પણ પરિસ્થિતિ સુધારવાની તેમને બહુ આશા નથી અને આ વર્ષે આવક અને ખર્ચનો ગુણોત્તર એટલે કે રેશિયો ઘણો ખરાબ હોઈ શકે છે.

આ પણ વાંચો…મહાકુંભની અસરઃ ગુજરાતના યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો

વિકાસ દર નીચો રહેશે
ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે, પરંતુ આ નાણાકીય વર્ષમાં તેનો વિકાસ દર છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચો રહેવા ની ધારણા છે. આ પશ્ચાદ ભૂમિમાં આ અઠવાડિયે રજૂ થનારા બજેટમાં મોદી સરકાર વિકાસ દર વેગવંતો બનાવવા માટે કેટલાક વિશેષ પગલાની જાહેરાત પણ કરી શકે છે. લોકોની આવક વધે અને મોંઘવારી નિયંત્રણમાં આવે એવા પણ કેટલાક પ્રયાસો થઈ શકે છે. ભારતમાં બેરોજગારી એક મોટી સમસ્યા છે, તેથી નવા રોજગાર સર્જનના ક્ષેત્રમાં પણ સરકારે કેટલાક પગલાં લેવા પડશે. વધુને વધુ સ્ટાર્ટ અપને આગળ વધવા મોકળું મેદાન આપવું પડશે અને ટેકનોલોજીની હરણફાળ સાથે તાલ પણ મેળવવો પડશે.

સંબંધિત લેખો

Back to top button