નેશનલ

Budget Special: સૌથી નીચા સ્લેબના લોકો માટે આવકવેરામાં રાહત મળવાની CIIને અપેક્ષા

નવી દિલ્હીઃ ફુગાવાના ઊંચા સ્તરને ધ્યાનમાં રાખીને ૨૦૨૪-૨૫ના આગામી સંપૂર્ણ બજેટ (Next Full Budget)માં સૌથી નીચા સ્લેબમાં આવતા લોકો માટે આવકવેરામાં રાહતની વિચારણા કરવાની જરૂર પડી શકે છે, એમ નવા ચૂંટાયેલા સીઆઇઆઇ પ્રમુખ સંજીવ પુરીએ જણાવ્યું હતું.

તેમણે જમીન, શ્રમ, શક્તિ અને કૃષિ સહિતના તમામ સુધારાઓને સફળતાપૂર્વક હાથ ધરવા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સર્વસંમતિ નિર્માણ માટે સંસ્થાકીય પ્લેટફોર્મ બનાવવાનું પણ સૂચન કર્યું હતું. ઉદ્યોગ મંડળે એમ પણ કહ્યું હતું કે તે ગઠબંધનની રાજનીતિની મજબૂરીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં સુધારાને અવરોધે છે તે નથી જોઇતું. તેના બદલે તે માને છે કે ભારતીય અર્થવ્યવસ્થાનું પ્રદર્શન અને અગાઉના બે તબક્કામાં નીતિઓની સફળતા પ્રક્રિયાને વેગ આપવાનો આધાર નક્કી કરશે.

જ્યારે ૨૦૨૪-૨૫ના આગામી સંપૂર્ણ બજેટમાંથી સીઆઇઆઇની અપેક્ષાઓ વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે મોટા ભાગે હું આ સમયે કહીશ કે તે પબ્લિક કેપેક્સ છે, રાજકોષીય ગ્લાઇડપાથનું પાલન, સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ માટે રોડમેપ, ગ્રીન ફંડ અને ગ્રામીણ ક્ષેત્રમાં વધુ રોકાણ, આ વ્યાપક સિદ્ધાંતો છે. ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજી અને ઉત્પાદિત વસ્તુઓના ભાવમાં વધારાને કારણે મે મહિનામાં સતત ત્રીજા મહિને જથ્થાબંધ ફુગાવો વધીને ૨.૬૧ ટકા થયો હતો.

આ પણ વાંચો : UPSCની પ્રાથમિક પરીક્ષા પૂર્ણ : ગયા વર્ષની સરખામણીએ પેપર સરળ રહ્યા

સીઆઇઆઇના અંદાજ મુજબ પુરીએ જણાવ્યું હતું કે અપેક્ષિત સારા ચોમાસા પાછળ ફુગાવો કદાચ આ વર્ષે ૪.૫ ટકાની આસપાસ રહેશે. જે ભૂતકાળમાં ખાદ્યપદાર્થોના ફુગાવામાં મધ્યસ્થતા તરફ દોરી ગયો હતો. સીઆઇઆઇ પ્રમુખે આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો કે સુધારાની પ્રક્રિયા આગળ જતાં મજબૂત થવી જોઇએ. પુરીએ જણાવ્યું હતું કે તેઓ આશાવાદી છે કે સારા ચોમાસાના પગલે ખાદ્યપદાર્થોના ભાવ સાધારણ થઇ શકે છે.

સીઆઇઆઇનો અંદાજ છે કે નજીકના ભવિષ્યમાં ફુગાવો ૪.૫ ટકાની આસપાસ રહેશે અને રિઝર્વ બેંક ચાવીરૂપ વ્યાજ દરમાં ઓક્ટોબરથી ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં ક્યાંક ઘટાડો કરશે તેવી અપેક્ષા રાખે છે. સીઆઇઆઇ પ્રમુખે જણાવ્યું હતું કે અમને લાગે છે કે વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં આપણે વ્યાજ દરોમાં થોડી હળવાશ જોવી જોઇએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ… T-20માં વિરાટ કોહલી બાદ ભારતને એક stable captain મળ્યો નથી