
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણ 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં અત્યાર સુધીમાં અનેક મોટી જાહેરાતો થઈ છે. જે મુજબ સુરતથી બંગાળના દાનકુની સુધી ફ્રેઈટ કોરિડોરની પણ જાહેરાત કરવામાં આવી હતી. તેનાથી વેપાર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે સુરતની કનેક્ટિવિટી વધારશે. આ કોરિડોરથી ગુજરાતને મોટો ફાયદો થશે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે કાર્ગોની ઈકો ફ્રેન્ડલી અવરજવરને પ્રોત્સાહન આપવા માટે, પૂર્વમાં દાનકુનીને પશ્ચિમમાં સુરત સાથે જોડતા નવા સમર્પિત માલવાહક કોરિડોર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. આગામી 5 વર્ષમાં 20 નવા જળમાર્ગો શરૂ કરવામાં આવશે, જેની શરૂઆત ઓડિશામાં નેશનલ વોટરવે-5 થી થશે.
રમતગમતની સામગ્રી સસ્તી થશે: નાણામંત્રી
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે હવે રમતગમતની સામગ્રી સસ્તી થશે. આ સાથે જ તેમણે ગ્રામીણ વિસ્તારો માટે મોટી યોજનાઓની જાહેરાત કરી છ હતી. મહાત્મા ગાંધી સ્વરોજગાર યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. SME (લઘુ અને મધ્યમ ઉદ્યોગો) માટે 10 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. આ નિર્ણયોથી ખેલાડીઓને આર્થિક મદદ મળશે અને બાળકોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધશે.
આ પણ વાંચો…નિર્મલાના બજેટમાં 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત, મહારાષ્ટ્રને મોટો ફાયદો…
દિલ્હી-વારાણસી સહિત 7 હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત
બજેટમાં દિલ્હી-વારાણસી સહિત 7 હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે. વારાણસી અને પટનામાં જહાજ સમારકામ ) સુવિધા સ્થાપિત કરવામાં આવશે. દિલ્હી-વારાણસી અને વારાણસી-સિલીગુડી વચ્ચે પણ હાઈ-સ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે. આગામી 5 વર્ષમાં પાંચ ઔદ્યોગિક ક્ષેત્રોમાં ‘કાર્બન કેપ્ચર’ માટે ₹20 હજાર કરોડનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ 2026-27 માટે મૂડી ખર્ચ વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે.
બાયો ફાર્મા શક્તિ માટે 10000 કરોડ
બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે કહ્યું, 5 વર્ષમાં બાયો ફાર્મા શક્તિ માટે 10 હજાર કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. બાયો ફાર્મા સેક્ટર માટે ત્રણ નાઈપર્સ ઈન્સ્ટિટ્યૂટ ખોલવામાં આવશે.



