નેશનલ

Budget 2026: નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે સતત નવમું બજેટ, આ આંકડાઓ પર રહેશે સૌની નજર

નવી દિલ્હી : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ રવિવાર 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ 2026-27 માટે તેમનું સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટ ભારત માટે મહત્વપૂર્ણ રહેશે. જેમાં કસ્ટમ સુધારા, નાણાકીય એકત્રીકરણ અને માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વર્ષ 2019 માં તેમના પ્રથમ બજેટમાં નાણાં પ્રધાને પરંપરાગત બજેટને બદલીને એક નવી પરંપરા શરૂ કરી. આ બજેટ પણ સંપૂર્ણપણે પેપરલેસ રહેશે. આ બજેટમાં બજાર નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ અને રોકાણકારોની મહત્ત્વના આંકડાઓ પર નજર રહેશે.

રાજકોષીય ખાધના અંદાજ પર રહેશે અર્થશાસ્ત્રીઓની નજર

નાણામંત્રીના બજેટમાં મહત્વની બાબત રાજકોષીય ખાધ હશે. જેમાં નાણાકીય વર્ષ 2025-26 માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક GDP ના 4.4 ટકા છે
નાણાકીય વર્ષ 2026 માં 4.5 ટકા થી નીચે લક્ષ્યાંક હાંસલ કર્યા બાદ હવે નાણાકીય વર્ષ 2027 માટે વધુ ઘટાડા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત સરકાર દેવા થી જીડીપી ગુણોત્તર ઘટાડવા માટે સ્પષ્ટ વ્યૂહરચના સાથે નાણાકીય વર્ષ 2027 માટે 4.0 ટકા અને 4.4 ટકા ની વચ્ચે ખાધનો લક્ષ્યાંક જાહેર કરી શકે છે.

આ પણ વાંચો : Union Budget 2026-27: આવતીકાલે નાણાં પ્રધાન નિર્મલા સિતારમણ રજૂ કરશે બજેટ, જાણો ક્યાં અને કેવી રીતે જોશો લાઈવ…

મૂડી ખર્ચમાં વધારાની પ્રબળ શક્યતા

જ્યારે બજેટના બીજું મહત્વનું પરિબળ મૂડી ખર્ચ છે. નાણાકીય વર્ષ 26 માટે મૂડી ખર્ચ રૂપિયા 11.2 લાખ કરોડ નક્કી કરવામાં આવ્યો છે. તેથી
આગામી બજેટમાં માળખાગત સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જેના પગલે મૂડીખર્ચનો અંદાજ 10-15 ટકા કે તેથી વધુ વધી શકે છે. જે રૂપિયા 12 લાખ કરોડ કે તેથી વધુ થઇ શકે છે. નાણાકીય વર્ષ 28 માટે વેતન સુધારા પ્રસ્તાવિત હોવાથી મૂડીખર્ચમાં વધારો થવાની શક્યતા છે. જે ખાનગી રોકાણને પણ પ્રોત્સાહન આપશે.

દેવું ઘટાડવા અંગે પણ ધ્યાન કેન્દ્રિત કરાશે

બજેટમાં દેવું ઘટાડવા અંગે પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જેમાં વર્ષ 2024 -25 ના બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી કે વર્ષ 2026 -27 થી દેવા અને જીડીપી ગુણોત્તર ઘટતો જશે. વર્ષ 2024 માં કુલ સરકારી દેવું જીડીપીના 85 ટકા હતું (કેન્દ્ર સરકારનો હિસ્સો 57 ટકા છે). તેથી નાણાકીય વર્ષ 27 પછી દેવા ઘટાડા માટે સરકાર કઈ સમયમર્યાદા અને વ્યૂહરચના ઓફર કરી શકે છે. જે વર્ષ 2030-31 સુધીમાં 50 ટકા(±1 ટકા) સુધી પહોંચવાનું લક્ષ્ય છે.

આ પણ વાંચો : પહેલી ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં સંસદમાં રજૂ થશે બજેટ? જાણો નિર્મલા સીતારમણનો માસ્ટર પ્લાન

કરવેરાની આવકના અંદાજ પર સૌની નજર

આ ઉપરાંત નાણાકીય વર્ષ 26 માં કુલ લોન રૂપિયા 14. 80 લાખ કરોડ હોવાનો અંદાજ છે. આ આંકડો રાજકોષીય ખાધ, મહેસૂલ સંગ્રહ અને કરવેરા સિવાયની આવકની સ્થિતિ દર્શાવે છે. જ્યારે બજેટમાં મહત્વની બાબત કરવેરાની આવક છે. જેમાં નાણાકીય વર્ષ 26 માં કુલ કર આવક રૂપિયા 42.90 લાખ કરોડ હોવાનો અંદાજ છે . જેમાં આમાં પ્રત્યક્ષ કર રૂપિય 25.20 લાખ કરોડ, પરોક્ષ કર રૂપિયા 17.50 લાખ કરોડનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 27 માટે કર વધારો અને કસ્ટમ સુધારા મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરશે.

જીએસટી વસૂલાતનો અંદાજ પણ મહત્વનું પરિબળ

આ ઉપરાંત જીએસટી વસૂલાત પણ મહત્વનું પરિબળ છે. જેમાં વર્ષ 2026માં જીએસટી રૂપિયા 11.78 લાખ કરોડ હોવાનો અંદાજ છે. જે 11 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સપ્ટેમ્બર 2025 થી કર દરમાં ઘટાડા (GST 2.0)બાદ નાણાકીય વર્ષ 27 માં વસૂલાતમાં વધારો થવાની ધારણા છે. આ આવકનો નોંધપાત્ર સ્ત્રોત છે. જે તેના અંદાજોને નિર્ણાયક બનાવે છે.

આ પણ વાંચો : બે મહિના પછી યોજાનારી બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જીતશે કે મમતા ? જાણો ઓપિનિયન પોલ

જીડીપી વૃદ્ધિનો અંદાજ વધારવામાં આવી શકે છે

આ ઉપરાંત બજેટના જીડીપીમાં સુધારાનો અંદાજ પણ મુકવામાં આવી શકે છે. વર્ષ 2026 માટે મૂળ અંદાજ 10.1 ટકા હતો. પરંતુ ઓછા ફુગાવાને કારણે નેશનલ સ્ટોક એક્સચેન્જ એ તેને 8.0 ટકાનો અંદાજયો છે. જોકે, સરકાર નાણાકીય વર્ષ 27 માટે 10.5-11 ટકા જીડીપી વૃદ્ધિનો અંદાજ લગાવી શકે છે. જે ફુગાવા અને વૃદ્ધિના વલણો સૂચવે છે.

બજેટ વૃદ્ધિ અને નાણાકીય શિસ્ત વચ્ચે સંતુલન સ્થાપિત કરશે

આ ઉપરાંત બજેટમાં સંરક્ષણ, ઉર્જા, એમએસએમઇ, રોજગાર સર્જન, ગ્રામીણ વિકાસ, ઉત્પાદન, રેલવે, માળખાગત સુવિધાઓ, શિક્ષણ, રોકાણ, , રિન્યૂએબલ એનર્જી સહિતના ક્ષેત્રોમાં ફાળવણી અંગે પણ લોકોની નજર રહેશે. આ ઉપરાંત બજેટ વૃદ્ધિ અને નાણાકીય શિસ્ત વચ્ચે સંતુલન સ્થાપિત કરશે. જેમા મૂડીખર્ચને પ્રોત્સાહન પરંતુ કડક ખાધ નિયંત્રણ રહેશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button