નેશનલ

બજેટમાં કરદાતાને રાહત હવે ટેક્સ ચોરી કેસના નહિ જવું પડે જેલ, દંડ ભરીને મામલો ઉકેલી શકાશે

નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નવમું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં નાણામંત્રીએ કરદાતાને રાહત આપી છે. નાણામંત્રીએ કહ્યું કે સરકાર હવે કરદાતા પર વિશ્વાસ રાખવાની નીતિ પર કામ કરી રહી છે.

તેના લીધે હવે ઇન્કમટેક્સ છુપાવવા બદલ જેલની સજા કરવામાં નહિ આવે. તેમજ વિદેશ યાત્રાથી લઇને મિલકત ખરીદીના નિયમોમાં પણ સામાન્ય વ્યક્તિની સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

આવકવેરા કાયદાને અપરાધની શ્રેણીમાંથી બહાર લાવવાનો પ્રયાસ

બજેટમાં કરદાતાઓ માટે સૌથી મોટી રાહત બાબત એ છે કે સરકારે આવકવેરા કાયદાને અપરાધની શ્રેણીમાંથી બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે.
તેમજ નાણામંત્રીએ જાહેરાત કરી છે કે જો કોઈ કરદાતાને તેમની આવકમાં વિસંગતતાઓ અથવા છુપાવેલા કર જોવા મળે છે, તો તેમને હવે જેલની સજા ભોગવવી પડશે નહીં. આવા કિસ્સાઓમાં, ફક્ત દંડ ભરીને મામલો ઉકેલી શકાય છે.

આપણ વાચો: બજેટ 2026માં ખેડૂતોને શું મળ્યું? નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી

નવો ફેરફાર નવા આવકવેરા કાયદાનો ભાગ હશે

આ નવો ફેરફાર નવા આવકવેરા કાયદાનો ભાગ હશે.જે 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય કરદાતાઓને ડરાવવાનો નહીં પરંતુ કર પ્રણાલીને પારદર્શક બનાવવાનો છે. તેમજ વિદેશમાં અઘોષિત સંપત્તિ ધરાવતા લોકોને આગામી છ મહિનાની અંદર ડિસ્ક્લોઝર સ્કીમ હેઠળ તેમની સંપત્તિ જાહેર કરવાની તક આપવામાં આવી છે.

વિદેશ યાત્રાના TCS દરમાં પણ ઘટાડો

આ ઉપરાંત વિદેશ યાત્રા પર જવા ઇચ્છતા અને બાળકોને અભ્યાસ માટે મોકલવા ઇચ્છતા કરદાતાને પણ રાહત મળી છે. બજેટમાં વિદેશ પ્રવાસના પેકેજો પર TCS દર ઘણા ઊંચા હતા. જે 5 ટકા થી 20 ટકા સુધી હતા જે સરકારે ઘટાડીને 2 ટકા કરી દીધો છે. તેમાં પણ હવે તે શિક્ષણ હોય, આરોગ્ય હોય કે વિદેશ પ્રવાસ પેકેજો હોય કરદાતાએ માત્ર 2 ટકા TCS ચૂકવવો પડશે.

આપણ વાચો: લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સુધારેલ આવકવેરા બિલ રજૂ કર્યું

TDS પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ઓટોમેટિક

નાણાંમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રિટર્ન ફાઇલ કરતી વખતે માહિતી છોડી દેવી સામાન્ય છે. આમાં સુધારો કરવો એ પહેલાં એક જટિલ પ્રક્રિયા હતી. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે કરદાતાઓને હવે સુધારેલા રિટર્ન ફાઇલ કરવા માટે વધારાનો સમય આપવામાં આવશે.

તેની માંતે નજીવી ફી ચૂકવવી પડશે.જેની માટે સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. જેમાં ITR-1 અને ITR-2 ફાઇલ કરનારા કરદાતાઓ 31 જુલાઈ સુધીમાં તેમના રિટર્ન ફાઇલ કરી શકશે.

ઓડિટ ન હોય તેવા વ્યવસાયો અને ટ્રસ્ટો માટે આ સમયમર્યાદા 31 ઓગસ્ટ નક્કી કરવામાં આવી છે. વધુમાં, નાના કરદાતાઓ માટે, TDS પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ઓટોમેટિક થશે. જેનાથી અધિકારીઓની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button