
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું. બજેટ 2026ના પ્રસ્તાવો મુજબ તમાકુ, ગુટખાના ભાવમાં તોતિંગ વધારો થશે. National Calamity Contingent Duty (NCCD) 25 ટકાથી વધારીને 60 ટકા કરવામાં આવી છે. આ નવા દર 1 મે, 2026થી અમલમાં આવશે.
બજેટ પ્રસ્તાવ મુજબ, સરકારે તમાકુ ઉત્પાદનો પરની નેશનલ કેલામિટી કન્ટીજન્ટ ડ્યુટી (NCCD) માં સુધારો કર્યો છે, જેનો દર 1 મે, 2026 થી 25% થી વધારીને 60% કરવામાં આવ્યો છે. જોકે, ઉત્પાદકો અને ગ્રાહકો પર ટેક્સનો અસરકારક બોજ યથાવત રહેશે. કારણ કે એક્સાઈઝ ડ્યુટીના અન્ય ઘટકોમાં તે મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર ચાવવાની તમાકુ, જરદા યુક્ત સુગંધિત તમાકુ અને સમાન ઉત્પાદનો પર લાગુ થશે, જે કિંમતોને અસર કર્યા વિના ટેક્સ વ્યવસ્થાપનમાં સુગમતા આપશે.

બજેટમાં સહકારી મંડળીઓ માટે અનેક પ્રોત્સાહનો
કેન્દ્રીય બજેટ 2026-27માં પ્રાથમિક સહકારી મંડળીઓ માટે અનેક પ્રોત્સાહનો પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. આજે સંસદમાં બજેટ રજૂ કરતા, કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણે સભ્યો દ્વારા ઉત્પાદિત પશુ આહાર અને કપાસના બીજના પુરવઠા માટે પ્રાથમિક સહકારી મંડળીને મંજૂરી આપવામાં આવેલી કપાતનો વિસ્તાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હાલમાં, તેના સભ્યો દ્વારા ઉગાડવામાં આવતા દૂધ, તેલીબિયાં, ફળો અથવા શાકભાજીના પુરવઠામાં રોકાયેલા પ્રાથમિક સહકારી મંડળીને કપાતની મંજૂરી આપવામાં આવી હતી.
આ પણ વાંચો…Union Budget 2026: સીતારમણે શું કરી મોટી જાહેરાતો, જાણો એક ક્લિકમાં
નાણા પ્રધાને નવી કર વ્યવસ્થા હેઠળ આંતર-સહકારી મંડળીમાંથી મળતી ડિવિડન્ડ આવકને, જો તે રકમ તેના સભ્યોને વધુ વિતરિત કરવામાં આવે તો, કપાત તરીકે મંજૂરી આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. રાષ્ટ્રીય સહકારી સંઘોને ટેકો આપવા માટેના વધારાના પગલાં તરીકેનિર્મલા સીતારમણે 31 જાન્યુઆરી, 2026 સુધી કંપનીઓમાં કરેલા રોકાણ પર સૂચિત રાષ્ટ્રીય સહકારી સંઘને પ્રાપ્ત થતી ડિવિડન્ડ આવકને ત્રણ વર્ષ માટે મુક્તિ આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. આ મુક્તિ ફક્ત તે ડિવિડન્ડ આવક પર જ લાગુ પડશે, જે તેના સભ્ય સહકારી મંડળીઓને આગળ વિતરિત કરવામાં આવશે.



