Top Newsનેશનલ

Budget 2026: દારૂ થશે મોંઘો, જાણો શું થશે સસ્તું

Union Budget 2026: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું હતું. તેમણે 9મી વખત બજેટ રજૂ કર્યું હતું. દેશના કરોડો લોકોની નજર બજેટ પર હતી. જાણો બજેટ બાદ શું સસ્તું-મોંઘું થશે.

રમત ગમતનો સામાન સસ્તો થશેઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જાહેરાત કરી કે હવે રમતગમતનો સામાન સસ્તો થશે. આ નિર્ણયોથી ખેલાડીઓને આર્થિક મદદ મળશે અને બાળકોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધશે.

શું સસ્તું થયું

દવાઓ સસ્તી થશેઃ બજેટમાં મધ્યમ અને ગરીબ વર્ગને મોટી રાહત આપતા જાહેરાત કરવામાં આવી છે કે, બાયો-ફાર્મા સેક્ટરના વિકાસ પર ભાર મૂકવાથી હવે કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી થશે.

લેધર પ્રોડ્કટના ભાવ ઘટશેઃ બજેટ બાદ માર્કેટમાં લેધર પ્રોડક્ટ્સના ભાવ ઘટશે. ચામડાના બૂટ પણ સસ્તા થશે.

આ ઉપરાંત મોબાઈલ ફોન, ઈલેક્ટ્રિક વ્હીકલની બેટરી, બાયોગેસ મિક્સ્ડ સીએનજી ગેસ, માઈક્રોવેવે ઓવન, સોલાર સાથે સંકાળાયેલો સામાન ઉપરાંત કપડાં પણ સસ્તા થશે.

શું મોંઘું થયું

મિનરલ્સ, સ્ક્રેપ, દારૂ મોંઘા થશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button