
નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. બજેટ સત્ર પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું, બજેટ સત્ર પહેલા હું ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીને નમન કરું છું. આ બજેટ 2047માં વિકસિત ભારતના સંકલ્પને પૂરો કરશે. આ સત્રમાં અનેક ઐતિહાસિક બિલમાં સંશોધનને લઈ ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો…Budget 2025: આજથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર, આર્થિક સર્વે થશે રજૂ
પીએમ મોદીએ કહ્યું, આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પર દેવી લક્ષ્મી કૃપા કરે તેવી હું પ્રાર્થના કરે છું. ભારતે એક લોકશાહી દેશના રૂપમાં 75 વર્ષ પૂરા કર્યા તે ગર્વની વાત છે. વિશ્વમાં પણ ભારતનો દબદબો વધ્યો છે. આ મારા ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ છે. હું વિશ્વાસ સાથે કહું છું કે, 2047માં જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે વિકસિત ભારતના પોતાના લક્ષ્યને પૂર્ણ કરશે. આ બજેટ દેશને નવી ઊર્જા અને આશા આપશે.