નેશનલ

Budget 2025 : પીએમ મોદીએ બજેટને સામાન્ય વ્યક્તિનું બજેટ ગણાવ્યું, કહ્યું આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપશે…

નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પૂર્ણ બજેટ રજૂ કર્યું છે. આ બજેટને(Budget 2025)પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય વ્યક્તિનું બજેટ ગણાવ્યું હતું. પીએમ મોદીએ નાણામંત્રીએ રજૂ કરેલા બજેટની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું આ બજેટ મધ્યમ વર્ગના ખિસ્સા ભારે કરશે અને આત્મ નિર્ભર ભારત અભિયાનને વેગ આપશે.

Also read : બિહાર પર ઓવારી ગયા નાણા પ્રધાન, મિથિલા નગરીને આપી મોટી ભેટ

140 કરોડ ભારતીયોની અપેક્ષાનું બજેટ

પીએમ મોદીએ બજેટ અંગે પ્રતિક્રિયા આપતા વધુમાં જણાવ્યું હતું કે આજનો દિવસ ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ 140 કરોડ ભારતીયોની અપેક્ષાનું બજેટ છે. આ દરેક ભારતીયોના સપનાઓને પૂર્ણ કરતું બજેટ છે. અમે યુવાનો માટે ઘણા ક્ષેત્રો ખોલ્યા છે. આ બજેટ વિકસિત ભારતના મિશનને આગળ ધપાવશે. આ બજેટ એક ફોર્સ મલ્ટિપ્લાયર છે. આ એક એવું બજેટ છે જે દેશના લોકોના સપનાઓને સાકાર કરશે. દેશના સામાન્ય નાગરિકો વિકસિત ભારત માટે ડ્રાઇવિંગ ફોર્સ છે. આ બજેટ બચત, રોકાણ, વપરાશ અને વૃદ્ધિમાં વધારો કરશે.

લોક-કેન્દ્રિત બજેટ લાવવા બદલ નાણામંત્રી અને ટીમને અભિનંદન

પીએમ મોદીએ આગળ કહ્યું કે, હું નિર્મલા સીતારમણ અને તેમની આખી ટીમને લોક-કેન્દ્રિત બજેટ લાવવા બદલ અભિનંદન આપું છું. સામાન્ય રીતે બજેટનું ધ્યાન સરકારી તિજોરી કેવી રીતે ભરવામાં આવે તેના પર હોય છે. પરંતુ આ બજેટ તેનાથી બિલકુલ અલગ છે. આ બજેટ દેશના નાગરિકોની આવક કેવી રીતે વધશે અને તેમના ગજવામાં
નાણાં કેવી રીતે આવશે તેના પર કેન્દ્રિત છે. દેશના નાગરિકોની બચત કેવી રીતે વધશે અને દેશના નાગરિકો વિકાસમાં ભાગીદાર કેવી રીતે બનશે.

બજેટમાં એક કરોડ હસ્તપ્રતોના સંરક્ષણ માટે ‘જ્ઞાન ભારત મિશન’ શરૂ કરવામાં આવ્યું

પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ દેશના વિકાસમાં યોગદાન સુનિશ્ચિત કરશે. આ બજેટમાં રોજગાર ક્ષેત્રને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ ઉપરાંત દેશમાં પ્રવાસન માટે ઘણી સંભાવનાઓ છે. આજે દેશ વિકાસ અને વારસો ના મંત્ર સાથે આગળ વધી રહ્યો છે. આ બજેટમાં તેની માટે મહત્વપૂર્ણ અને નક્કર પગલાં લેવામાં આવ્યા છે. આ બજેટમાં એક કરોડ હસ્તપ્રતોના સંરક્ષણ માટે ‘જ્ઞાન ભારત મિશન’ શરૂ કરવામાં આવ્યું છે.

Also read : 12 લાખની આવક પર નહીં લાગે કોઈ ટેક્સ, સમજો આ ગણિત

દેશમાં પ્રવાસન વિકાસ માટે અપાર સંભાવનાઓ

તેમણે કહ્યું કે, માળખાગત સુવિધાનો દરજ્જો મળવાથી દેશમાં મોટા જહાજોના નિર્માણને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત તે આત્મનિર્ભર અભિયાનને પણ પ્રોત્સાહન આપશે. શિપ બિલ્ડીંગ એક એવું ક્ષેત્ર છે જે રોજગારની વિપુલ તકો પ્રદાન કરે છે. આ ઉપરાંત દેશમાં પ્રવાસન વિકાસ માટે અપાર સંભાવનાઓ રહેલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button