
નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ 2025માં(Budget 2025)ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાં 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર ટેક્સ નાબૂદીની જાહેરાત કરી છે. તેની સાથે ITR અને TDS ની મર્યાદા પણ વધારવામાં આવી છે. જેમાં TDS ની મર્યાદા વધારીને 10 લાખ કરવામાં આવી છે અને કર કપાતમાં વૃદ્ધો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. તેઓ ચાર વર્ષ સુધી રિટર્ન ફાઇલ કરી શકશે. પરંતુ આ બધા ઉપરાંત સરકારે બીજી એક મોટી છૂટછાટ આપી છે. જેમાં ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ((TCS)વસૂલીની મર્યાદા વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ પણ વાંચો: Budget 2025: અબજોપતિઓની લોનમાફી રદ કરવાના પ્રસ્તાવમાં સ્થાન ન મળતાં નિરાશ:…
શિક્ષણ સંબંધિત રેમિટન્સ પર ટેક્સ એટ સોર્સ દૂર કરવાનો પણ પ્રસ્તાવ
નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ ભાષણ દરમિયાન આરબીઆઇ ની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ(LRS) હેઠળ ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ વસૂલવાની મર્યાદા વધારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. નાણામંત્રીએ ટેક્સ એટ સોર્સ મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. નાણામંત્રીએ શિક્ષણ સંબંધિત રેમિટન્સ પર ટેક્સ એટ સોર્સ દૂર કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે.
આ મર્યાદા પહેલા 7 લાખ રૂપિયા હતી
બજેટમાં 10 લાખ રૂપિયા સુધીના LRS રેમિટન્સ પર ટેક્સ એટ સોર્સ પર મુક્તિ એ રોકાણકારો માટે વૈશ્વિક ભંડોળમાં રોકાણ કરવા માટે એક આવકારદાયક પગલું છે. આ મર્યાદા પહેલા 7 લાખ રૂપિયા હતી.
ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ રેમિટન્સ શું છે?
ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ રેમિટન્સનો અર્થ એ છે કે જ્યારે ભારતીય નાગરિકો વિદેશમાં પૈસા મોકલે છે, ત્યારે તેના પર ચોક્કસ ટકાવારી કર વસૂલવામાં આવે છે. આ કર વ્યવહાર સમયે બેંક અથવા રેમિટન્સ સેવા દ્વારા કાપવામાં આવે છે. ટેક્સ એટ સોર્સ 1 ઓક્ટોબર, 2020 થી લાગુ કરવામાં આવ્યું હતું. જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેને લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ હેઠળ રેમિટન્સ પર લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.
આવકવેરા રિટર્નમાં પણ ક્રેડિટ મેળવી શકશે
બજેટ 2025 માં, નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે હવે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ ચૂકવતા કરદાતાઓ તેમના આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે આ રકમની ક્રેડિટ મેળવી શકે છે. આનાથી કરદાતાઓને રાહત મળશે અને તેઓ તેમની કર જવાબદારીઓ ઘટાડી શકશે. આ ઉપરાંત, શિક્ષણના હેતુ માટે કરવામાં આવતા રેમિટન્સ પર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ દૂર કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.