Buddhaditya Yog: આગામી સાત દિવસ સુધી સૂર્ય-બુધ કરાવશે આ રાશિના જાતકોને જલસા જ જલસા…
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર તમામ ગ્રહો એક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને એને કારણે શુભાશુભ યોદનું નિર્માણ થતું હોય છે. આ યોગની તમામ રાશિના જાતકો પર જોવા મળશે. ગ્રહોના રાજા સૂર્ય દર મહિને ગોચર કરે છે અને તમારી જાણ માટે કે 14મી જૂનના જ સૂર્યએ મિથુન રાશિમાં ગોચર કર્યું છે. જ્યારે ગ્રહોના રાજકુમાર બુધ પહેલાંથી જ મિથુન રાશિમાં બિરાજમાન છે. સૂર્ય અને બુધ જ્યારે એક જ રાશિમાં યુતિ બનાવે ત્યારે બુધાદિત્ય યોગ (Buddhaditya Yog)નું નિર્માણ થાય છે. આ યુતિની અસર તમામ રાશિના જાતકો પર આગામી સાત દિવસ સુધી એટલે કે 29મી જૂન સુધી જોવા મળશે. પરંતુ તેમ છતાં ત્રણ રાશિ એવી છે કે જેમના પર આ યોગની વિશેષ અસર જોવા મળશે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મિથુન રાશિમાં જ સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થાય છે. આ રાજયોગને કારણે મિથુન રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. જૂની બીમારીથી છુટકારો મળી રહ્યો છે. લાંબા સમયથી જો કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તે પાછા મળી શકે છે. દરેક કામમાં સફળતા મળી રહી છે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. કોર્ટ કચેરીના મામલામાં પણ ચૂકાદો તમારી તરફેણમાં આવશે.
સિંહ રાશિના જાતકો માટે પણ આ સમયગાળો કોઈ વરદાનથી ઓછો નથી. પ્રગતિના યોગ બની રહ્યા છે. રોકાણ કરવાથી લાભ થઈ રહ્યો છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન વગેરે મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. પૈસા કમાવવામાં સરળતા રહેશે. નોકરી શોધી રહેલાં લોકોને પણ સફળતા મળી રહી છે.
મિથુન રાશિમાં બની રહેલો આ બુધાદિત્ય વૃષભ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થઈ રહ્યો છે. લાંબા સમયથી કોઈ જગ્યાએ પૈસા અટવાઈ પડ્યા હશે તો તે પાછા મળી શકે છે. નોકરી કરી રહેલાં લોકોની પ્રગતિ અને પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે. વેપાર કરી રહેલાં લોકોને પણ લાભ થઈ રહ્યો છે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે.