Brutal Murder of Two Children Sparks Tension in Uttar Pradesh City મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

Budaun: યુપીના બદાયુંમાં બે બાળકોની નિર્મમ હત્યા, મુખ્ય આરોપી સાજીદનું એન્કાઉન્ટર, સ્થિતિ તણાવપૂર્ણ

બદાયું: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના બદાયું(Budaun)માં મંગળવારે સાંજે કાળજું કંપાવી દે એવી ઘટના બની હતી. બદાયુંની બાબા કોલોનીના એક ઘરમાં ઘૂસીને એક યુવકે બે માસૂમ બાળકોની નિર્મમ હત્યા કરી હતી. આ હત્યાને અંજામ ભાગી રહેલા આરોપીને પોલીસે એનકાઉન્ટરમાં ઠાર કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તંગદીલી વ્યાપી ગઈ હતી, લોકોએ રસ્તા પર હોબાળો મચાવ્યો અને આગચંપી કરી, હાલ પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી સ્થિતિ કાબુમાં લીધી છે.

ઘટનાની જાણકારી અનુસાર, બદાયુંની મંડી સમિતિ પોલીસ ચોકીથી 500 મીટર દૂર આવેલી બાબા કોલોની રહતા વિનોદ ઠાકુરના બે પુત્રો આયુષ (13) અને અહાન (6)ની મંગળવારે સાંજે 6.30 વાગ્યે છરી વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. માહિતી મુજબ હત્યાનો આરોપી તેમના ઘરની સામે હેર સલૂન ચલાવતો સાજીદ નામનો શખ્સ જ હતો. તેણે બે સાગરિતો સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો.

ઘટનાની માહિતી મળતા પોલીસે નાકાબંધી કરી આરોપીનો પીછો કર્યો હતો, ઘટનાની ત્રણ કલાક પછી પોલીસે આરોપી સાજિદને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. આ દરમિયાન પોલીસ એન્કાઉન્ટરમાં ઈન્સ્પેક્ટર ગૌરવ વિશ્નોઈનમે પણ ઈજા પહોંચી હતી. માર્યા ગયેલા આરોપીઓની ઉંમર 25 થી 30 વર્ષની હતી. હાલ પોલીસ અન્ય આરોપીઓ વિશે વધુ માહિતી એકઠી કરી રહી છે.

બે બાળકોની હત્યા બાદ શહેરમાં તંગદીલી ફેલાઈ ગઈ હતી. રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ આરોપીના સલૂનને આગ લાગવી દીધી હતી. સ્થિતિને કાબુમાં લેવા મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

આરોપી સાજિદ બંને બાળકોની હત્યા કરી ભાગી ગયો હતો પોલીસે તેનો પીછો કર્યો હતો, ઈન્સ્પેક્ટર ગૌરવ બિશ્નોઈ અને એસઓજીની ટીમ તેનો પીછો કરતા શેકુપુરના જંગલમાં પહોંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પહેલા આરોપીએ પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું, જેના કારણે પોલીસે વળતું ફાયરિંગ કરવું પડ્યું. જેમાં હત્યારા સાજીદનું મોત થયું હતું. ઈન્સ્પેક્ટર ગૌરવ બિશ્નોઈને પણ ગોળી વાગી હતી. તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મૃતક બાળકોના પિતા વિનોદે પોલીસ પ્રશાસન પાસે માંગ કરી હતી કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા હત્યારાની લાશ તેમને બતાવવામાં આવે, નહીં તો તેઓ તેના પરિવાર સાથે આત્મદાહ કરશે. આ સાંભળીને પોલીસે વિનોદને હત્યારાની લાશ બતાવવાનું આશ્વાસન આપ્યું હતું. મોડી રાત્રે બાળકોની માતા અને દાદી ચાર રસ્તા પર બેસી અને આરોપીની લાશ બતાવવાની માંગ કરી હતી. પરિવારે બે માસુમ બાળકો ગુમાવતા શોકમાં છે.

Back to top button