નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

બીએસપી યુપીની તમામ સીટો પર ઉમેદવારો ઉતારશે, માયાવતીએ ગઢબંધનનો કર્યા ઈન્કાર

આગામી લોકસભા ચૂંટણી બહુજન સમાજ પાર્ટી પોતાના દમ પર એકલા હાથે લડશે. પાર્ટી સુપ્રીમો માયાવતીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર આ અગે જાહેરાત કરી હતી. બીએસપીના પ્રમુખ માયાવતીએ એકસ પર લખ્યું કે બીએસપી દેશમાં લોકસભા ચૂંટણી પોતાની તાકાત પર લડશે. આ પરિસ્થિતીમાં ચૂંટણી ગઢબંધન કે ત્રીજા મોરચો બનાવવા વગેરે અફવાઓ ફેલાવવી તે ઘોર ફેક ન્યૂઝ છે. તેમણે મીડિયાને પણ આ પ્રકારના સમાચારો આપીને પોતાની વિશ્વસનિયતા ન ગુમાવવાની સલાહ આપી હતી. લોકોને પણ સાવધાન રહે તેવી ટકોર કરી હતી.

અન્ય એક પોસ્ટમાં માયાવતીએ લખ્યું ખાસ કરીને યુપીમાં બીએસપી બુલંદ વિશ્વાસ સાથે એકલા હાથે ચૂંટણી લડવાના કારણે વિરોઘીઓ ખુબ જ નિરાશ થઈ ગયા છે. તેથી જ તે અવારનવાર વિવિધ પ્રકારની અફવાહો ફેલાવીને લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરતા રહે છે. જો કે બહુજન સમાજના હિતમાં બિએસપીનો એકલા ચૂંટણી લડવાનો નિર્ણય અફર છે.

ઉલ્લેખનિય છે કે આગામી લોકસભા ચૂંટણીને લઈને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ લોકસભા ચૂંટણીમાં કોઈપણ પક્ષ સાથે ગઠબંધન નહીં કરે. એવી અટકળો ચાલી રહી હતી કે કોંગ્રેસ પાર્ટી માયાવતીને ભારત ગઠબંધનમાં જોડાવા માટે મનાવી શકે છે. જો કે, તેમણે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટી કોઈની સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે નહીં, પરંતુ તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button