ડર હતો તે જ થયું : બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં ઘૂસણખોરીને BSFએ નીષ્ફળ બનાવી
નવી દિલ્હીઃ પાડોશી દેશ બાંગ્લાદેશમાં થઈ રહેલી રાજકીય ઉથલપાથલની સીધી અસર ભારતમાં થાય તેવી શંકા સેવાઈ રહી હતી અને અંતે તે સાચી ઠરી છે. ભારત-બાંગ્લાદેશ સરહદના માણેકગંજ બોર્ડર પાસે સીમા સુરક્ષા દળના જવાનોએ એક મોટી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી દીધી છે. બીએસએફને બાતમી મળી હતી કે ખેતરોના રસ્તેથી મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસણખોરી કરી રહ્યા છે.
ઘુસણખોરી બાતમી મળ્યા બાદ સીમા સુરક્ષા દળે તાત્કાલિક કાર્યવાહી કરીને ઘુસણખોરી કરી રહેલા તમામ બાંગ્લાદેશીઓ સાથે વાતચીત કરી હતી અને તમામને પાછા બાંગ્લાદેશ મોકલ્યા હતા. આ ઘુસણખોરીનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ થઈ રહ્યો છે.
બીએસએફના એક વરિષ્ઠ અધિકારી જણાવ્યું હતું કે આજે સાંજના સમયે ભારત બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર મોટી સંખ્યામાં બાંગ્લાદેશીઓ એકઠા થયા હતા. આ લોકો ભારતના વિવિધ વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં હતા પરંતુ બીએસએફએ આ લોકોના ટોળાને વિખેરી નાખીને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે.
આ બાદ મિઝોરમના લોંગતલાઈ જિલ્લામાં મ્યાનમાર, બાંગ્લાદેશ અને ભારતીય આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ગેરકાયદેસર ઘુસણખોરીની આશંકાને લીધે સખત પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ અને ગેરકાયદેસર ઘુસણખોરીની બાતમીના આધારે આ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આ સાથે જ આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના 6 કિલોમીટરના વિસ્તારમાં સાંજે છ વાગ્યાથી સવારના 6:00 વાગ્યા સુધી આવવા-જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. સાથે આ પરિપત્રમાં જણાવ્યું છે કે આ કાયદાનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Also Read –